પેટ્રોલિંગ@કડી: LCBએ ખોટી નંબર પ્લેટ લગાવેલી કાર સાથે ઇસમને ઝડપ્યો, 2 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ સઘન પેટ્રોલિંગમાં રહેલ મહેસાણા LCBની ટીમે ખોટી નંબર પ્લેટ લગાવેલ કારમાંથી એક ઇસમને ઝડપી પાડ્યો છે. મહેસાણા LCBની ટીમે નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન કડીના કુંડાળ ત્રણ રસ્તા પાસે એક શંકાસ્પદ કારને રોકાવી સાધનિક કાગળો માંગ્યા હતા. જોકે ચાલકે કોઇ યોગ્ય કાગળો રજૂ નહીં કરતાં નંબર
 
પેટ્રોલિંગ@કડી: LCBએ ખોટી નંબર પ્લેટ લગાવેલી કાર સાથે ઇસમને ઝડપ્યો, 2 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ સઘન પેટ્રોલિંગમાં રહેલ મહેસાણા LCBની ટીમે ખોટી નંબર પ્લેટ લગાવેલ કારમાંથી એક ઇસમને ઝડપી પાડ્યો છે. મહેસાણા LCBની ટીમે નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન કડીના કુંડાળ ત્રણ રસ્તા પાસે એક શંકાસ્પદ કારને રોકાવી સાધનિક કાગળો માંગ્યા હતા. જોકે ચાલકે કોઇ યોગ્ય કાગળો રજૂ નહીં કરતાં નંબર પ્લેટને આધારે તપાસ કરતાં કારની નંબર પ્લેટ ખોટી હોવાનું ખુલ્યુ હતુ. જે બાદમાં ચાલકે આ ગાડી અન્ય ઇસમ પાસેથી ખરીદી હોવાનું કહેતાં LCBએ બંને સામે કડી પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રેન્જ આઇજી અભય ચુડાસમા અને SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ચૂંટણીને અનુલક્ષીને સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PIના માર્ગદર્શન હેઠળ ટીમ કડીના કુંડાળ ત્રણ રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન કુંડાળ ત્રણ રસ્ત પાસે શંકાસ્પદ કારને રોકાવી સાધનિક કાગળો માંગતાં ચાલક રૂદ્રદત્તસિંહ ઘનશ્યામસિંહ વાઘેલા (ઉ.વ.24), રહે.સાણંદ વાળો ગલ્લાં-તલ્લાં કરવા લાગ્યો હતો. જે બાદમાં નંબર પ્લેટને આધારે આરટીઓમાં તપાસ કરતાં આ નંબર પ્લેટની કાર અન્ય ઇસમની અને તેની પાસે હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જેથી ચાલકે કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું સ્પષ્ટ થતાં સીઆરપીસી કલમ 41(1)ડી મુજબ તેની અટક કરવામાં આવી હતી.

પેટ્રોલિંગ@કડી: LCBએ ખોટી નંબર પ્લેટ લગાવેલી કાર સાથે ઇસમને ઝડપ્યો, 2 વિરૂધ્ધ FIR

સૂત્રોએ જણાવ્યું હતુ કે, LCBએ શંકાસ્પદ કારને ઝડપી પાડી તપાસ કરતાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું સામે આવ્યુ હતુ. કાર્યવાહી દરમ્યાન LCBએ મોબાઇલ ફોન નંગ-3, કિ.રૂ.17,500, રોકડ રકમ રૂ.93,000, કારની કિ.રૂ. 2,00,000 મળી કુલ કિ.રૂ. 3,10,500નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ તરફ વધુ તપાસ કરતાં ઇસમે આ કાર મૂળ સાંથલના અને હાલ જોટાણા રહેતાં કુલદિપસીંહ હનુમાનસિંહ ઝાલા પાસે 2 લાખમાં ખરીદી હોવાનું કબૂલ્યુ હતુ. જેથી LCBએ બંને સામે કડી પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે. જેને કડી પોલીસે બંને સામે આઇપીસી કલમ 465, 468, 471, 114, 120B મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LCBને ટીમે નાઇટ પેટ્રોલિંગમાં ખોટી નંબર પ્લેટવાળી કાર ઝડપી

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલની સુચના અને LCB PI બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ LCBની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. જેમાં PSI એ.કે.વાઘેલા, ASI રાજેન્દ્રસિંહ, હીરાજી, નરેન્દ્રસિંહ, HC હેમેન્દ્રસિંહ, હર્ષદસિંહ અને AHC લાલાજીએ પેટ્રોલિંગ દરમ્યાન ખોટી નંબર પ્લેટ લગાવેલી કાર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે.

પેટ્રોલિંગ@કડી: LCBએ ખોટી નંબર પ્લેટ લગાવેલી કાર સાથે ઇસમને ઝડપ્યો, 2 વિરૂધ્ધ FIR
જાહેરાત