પેટ્રોલિંગ@વારાહી: રોયલ્ટી વગર રેતી વહન કરતાં ડમ્પર સહિત 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, વારાહી કોરોનાકાળ વચ્ચે રોયલ્ટી વગર રેતી ચોરી કરતાં ઇસમો સામે વારાહી પોલીસે લાલ આંખ કરી છે. ગઇકાલે સાંજના સમયે વારાહી PSIની ટીમે ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી હતી. જ્યાં બાતમીવાળું ડમ્પર આવતાં તેને રોકી રેતી બાબતનું રોયલ્ટી માંગતાં પોતાની પાસે ન હોવાનું ખુલ્યુ હતુ. જેથી પોલીસે રેતી કિ.રૂ.13,825 અને ડમ્પરની કિ.રૂ.10,00,000નો
 
પેટ્રોલિંગ@વારાહી: રોયલ્ટી વગર રેતી વહન કરતાં ડમ્પર સહિત 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, વારાહી

કોરોનાકાળ વચ્ચે રોયલ્ટી વગર રેતી ચોરી કરતાં ઇસમો સામે વારાહી પોલીસે લાલ આંખ કરી છે. ગઇકાલે સાંજના સમયે વારાહી PSIની ટીમે ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી હતી. જ્યાં બાતમીવાળું ડમ્પર આવતાં તેને રોકી રેતી બાબતનું રોયલ્ટી માંગતાં પોતાની પાસે ન હોવાનું ખુલ્યુ હતુ. જેથી પોલીસે રેતી કિ.રૂ.13,825 અને ડમ્પરની કિ.રૂ.10,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે બે ઇસમ સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ટોલટેક્ષ પાસે રોયલ્ટી વગર રેતી ભરીને જતું ડમ્પર ઝડપાયુ છે. સાંતલપુર PSI ડી.કે.ચૌધરી, APC જયદેવભાઇ અને અજીતભાઇ સહિતના પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન PSIને ચોક્કસ બાતમી મળી હતી કે, એક ડમ્પર ચાલક ગેરકાયદેસર રીતે રોયલ્ટી વગર ડમ્પરમાં રેતીની ચોરી કરી નીકળનાર છે. જેથી પોલીસે ટોલટેક્ષ પાસે વોચ ગોઠવી ઇસમે રોકાવી તપાસ કરતાં તેની પાસે રોયલ્ટી ન હોવાનું ખુલતાં ડમ્પર સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

પેટ્રોલિંગ@વારાહી: રોયલ્ટી વગર રેતી વહન કરતાં ડમ્પર સહિત 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વારાહી PSI ચૌધરીના વડપણ હેઠળની ટીમે રોયલ્ટી વગર રેતી વહન કરતું ડમ્પર ઝડપી પાડ્યુ છે. પોલીસે ડમ્પરના ડ્રાઇવર ચેતનસિંહ પાડજી જાડેજા (પર, તા.સાંતલપુર)ને ઝડપી પાડી પુછપરછ કરી હતી. જેમાં તેને આ રેતી થરા ગામ નજીક બનાસ નદીમાંથી પ્રદીપભાઇ જોષી (થરત, તા.કાંકરેજ) વાળાએ ભરાવી હોવાનું કબૂલ્યુ હતુ. જેથી પોલીસે રેતી કિ.રૂ.13,825 અને ડમ્પર કિ.રૂ.10,00,000 સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે બંને સામે આઇપીસી 379, 114 અને ગુજરાત ખનીજ (ગેરકાયદેસર ખાણકાર હેરફેર અને સંગ્રહ નિવારણ અધિનિયમ)ની કલમ 21 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.