દંડઃ અમદાવાદમાં પાન-મસાલાની પિચકારી ઉડાવી તો મળશે ઈ-મેમો

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદને સ્વચ્છ બનાવવા મહાનગરપાલિકા દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેને લઇને હવે જાહેર સ્થળ અને રોડ પર પાન-મસાલા ખાઇ ગમે ત્યાં થુંકીને ગંદકી ફેલાવનારા ઇસમો સાથે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ અંતર્ગત કોર્પોરેશન દ્વારા જાહેર સ્થળો પર પાન-મસાલા ખાઇને થુકની પિચકારી ઉડાવનારાઓની ખેર નથી. તંત્ર તમારા વાહનના નંબર આધારે ઘરે
 
દંડઃ અમદાવાદમાં પાન-મસાલાની પિચકારી ઉડાવી તો મળશે ઈ-મેમો

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદને સ્વચ્છ બનાવવા મહાનગરપાલિકા દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેને લઇને હવે જાહેર સ્થળ અને રોડ પર પાન-મસાલા ખાઇ ગમે ત્યાં થુંકીને ગંદકી ફેલાવનારા ઇસમો સાથે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ અંતર્ગત કોર્પોરેશન દ્વારા જાહેર સ્થળો પર પાન-મસાલા ખાઇને થુકની પિચકારી ઉડાવનારાઓની ખેર નથી. તંત્ર તમારા વાહનના નંબર આધારે ઘરે મેમો મોકલી આપશે.

અમદાવાદના સરદાર પટેલ સ્ટેચ્યુ રોજ પર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાની મદદથી નરોડાનાં નાગરિકને પાન-મસાલા ખાઇ જાહેરમાં પીચકારી મારવા બદલ ઇ-મેમો પાઠવવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે ટ્રાફિક સિગ્નલો પર આ પ્રકારે ગંદકી ફેલાવતા લોકોનો સિગ્નલ પર લાગેલા સીસીટીવી પરથી ઇમેજ મેળવી ઇ-મેમો આપવામાં આવશે. ટ્રાફિક નિયમોના ભંગ કરનાર નાગરિકોને જે રીતે ઇ-મેમો મોકલી દંડ-વસુલવામાં આવે છે. તેવી જ રીતે ટ્રાફિક સિગ્નલો, જાહેર સ્થળો પર લગાવામાં આવેલા સીસીટીવી કેમેરાનાં આધારે પાન-માસાલ ખાઇ જાહેરમાં થુંકનાર નાગરિકોની વીડિયો ક્લીપ ઇમેજ પરથી વાહન નંબર મેળવી દંડ ભરવા માટે તેઓના રહેઠાણ પર ઇ-મેમો મોકલવામાં આવશે. જેની શરૂઆત દેશભરમાં સૌપ્રથમ વાર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.