પેટાપૂંટણી@મોરબી: હું MLA બનીશ તો મારો પગાર જનતાની સેવામાં વાપરીશ: જયંતિ પટેલ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પ્રચારયુદ્ધ હવે અંતિમ તબબકામાં પહોંચી ગયું છે. આથી ભાજપ અને કોંગ્રેસના ઘુરંઘરો મોરબી અને માળીયામાં ચૂંટણી સભા ગજાવી રહ્યાં છે. ત્યારે મોરબી કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી પહેલા મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલે પોતે ચૂંટણી જીતશે તો પગાર નહીં લેવાની જાહેરાત કરી
 
પેટાપૂંટણી@મોરબી: હું MLA બનીશ તો મારો પગાર જનતાની સેવામાં વાપરીશ: જયંતિ પટેલ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પ્રચારયુદ્ધ હવે અંતિમ તબબકામાં પહોંચી ગયું છે. આથી ભાજપ અને કોંગ્રેસના ઘુરંઘરો મોરબી અને માળીયામાં ચૂંટણી સભા ગજાવી રહ્યાં છે. ત્યારે મોરબી કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી પહેલા મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલે પોતે ચૂંટણી જીતશે તો પગાર નહીં લેવાની જાહેરાત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં 8 બેઠકો પર આગામી 3 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે.મતદાતાને રીઝવવા માટે ચૂંટણી પ્રચારમાં અવનવા પ્રયોગ અને જાહેરાત કરવામાં આવી રહી છે. પેટાચૂંટણી પહેલા મોરબીના કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલે કહ્યું કે, હું ધારાસભ્ય બનીશ તો પગાર નહીં લઉં, મારો તમામ પગાર જનતાની સેવામાં વાપરીશ. જયંતિ પટેલે એક ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, હું જયંતીલાલ પટેલ વચન આપું છું કે ધારાસભ્ય બનીશ તો 22 મહિનાનો અંદાજિત રૂપિયા 24,00,000/-થી વધુ પગાર મોરબી માળીયાની જનતાની સેવામાં વાપરીશ. મહત્વનું છે કે, આ મોરબીના કોંગી ઉમેદવાર જયંતિ પટેલ કરોડોપતિ છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, જયંતિ પટેલે ભરેલા ઉમેદવારી ફોર્મમાં પોતાની જંગમ મિલ્કત રૂ. 6.72 કરોડની તેમજ સ્થાવર મિલકત રૂ. 50.85 લાખની દર્શાવી છે. તેઓના પત્ની ઉષાબેનના નામે જંગમ મિલકત રૂ. 1.67 કરોડની તેમજ હિન્દૂ અવિભક્ત કુટુંબના નામે જંગમ મિલકત 2.01 કરોડની છે.વર્ષ 2019-20ના વર્ષમાં જયંતીભાઈની આવક રૂ. 99.50 લાખ, તેઓના પત્નીની રૂ. 26.80 લાખ અને હિન્દૂ અવિભક્ત કુટુંબની રૂ. 33.59 લાખ રહી હતી. તેઓ પાસે હાથ પરની રોકડ માત્ર રૂ. 19,012 તેમની પત્ની પાસે રૂ.1.17 લાખ છે.