લગ્નની ના પાડતા શિક્ષિકાને જાહેરમાં પેટ્રોલ છાંટીને સળગાવી, જાણો પછી શું થયું

અટલ સમાચાર, ડેસ્ક મહારાષ્ટ્રના વર્ધામાં એક શખ્સે લગ્ન માટે ઈન્કાર કરવા અંગે સોમવારે સવારે કોલેજની 25 વર્ષીય શિક્ષિકાને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. શિક્ષિકાને નાગપુર ખાતે આવેલા ઓરેન્જ સિટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. શિક્ષિકાની હાલત ગંભીર છે. શિક્ષિકા કોલેજ જઈ રહી હતી ત્યારે જ રસ્તા વચ્ચે આ શખ્સે ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે
 
લગ્નની ના પાડતા શિક્ષિકાને જાહેરમાં પેટ્રોલ છાંટીને સળગાવી, જાણો પછી શું થયું

અટલ સમાચાર, ડેસ્ક

મહારાષ્ટ્રના વર્ધામાં એક શખ્સે લગ્ન માટે ઈન્કાર કરવા અંગે સોમવારે સવારે કોલેજની 25 વર્ષીય શિક્ષિકાને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. શિક્ષિકાને નાગપુર ખાતે આવેલા ઓરેન્જ સિટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. શિક્ષિકાની હાલત ગંભીર છે. શિક્ષિકા કોલેજ જઈ રહી હતી ત્યારે જ રસ્તા વચ્ચે આ શખ્સે ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પીડિત અને આરોપી બન્ને એક જ ગામના રહેવાસી છે. ઘટના હિંગનાઘાટના નંદોરી ચોકની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી માહિતી પ્રમાણે, દરોદા ગામની રહેવાસી અંકિતા પિસુદે મહિલા કોલેજમાં શિક્ષિકા છે. તે સોમવારે સવારે લગભગ 7.15 વાગ્યે રોજની જેમ રોડવેઝ બસથી 75 કિમી દૂર કોલેજ જઈ રહી હતી. યુવતી બસમાંથી ઉતરી ત્યારે પહેલાથી હાજર આરોપી વિકેશ નાગરાલે(27) તેની સ્કૂટીમાંથી પેટ્રોલ કાઢીને અંકિતા પાસે આવ્યો હતો. અંકિતા કંઈ પણ સમજી શકે એ પહેલા વિકેશે તેની પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી ત્યાંથી ભાગી ગયો હતો. વિકેશ પણ દરોદા ગામનો રહેવાસી છે.

અંકિતાને સળગતી જોઈ આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને પાણી છાંટીને આગ ઓલવી હતી. ત્યારબાદ પીડિતાને સ્થાનિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાંથી તેને નાગપુર ખસેડવામાં આવી છે. હોસ્પિટલે બુલેટિનમાં જણાવ્યું કે અંકિતાના શરીરનો 40 ટકા ભાગ દાઝી ગયો છે. પીડિતાને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.

લગ્નની ના પાડતા શિક્ષિકાને જાહેરમાં પેટ્રોલ છાંટીને સળગાવી, જાણો પછી શું થયું
file photo

વર્ધાના પોલીસ અધિક્ષક તેલીએ જણાવ્યું કે આરોપી વિકેશની તાલઘાટ ગામથી ધરપકડ કરાઈ છે. તેના લગ્ન થઈ ચુક્યા છે અને તેને 7 મહિનાનો દીકરો પણ છે. આરોપી અને અંકિતા પહેલા મિત્ર હતા, પરંતુ તેની હરકતોના કારણે બે વર્ષ પહેલા જ અંકિતાએ વિકેશ સાથે મિત્રતા તોડી દીધી હતી. તે અંકિતાને હેરાન કરતો હતો જેથી ગત વર્ષ પણ અંકિતાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.