તમે જુનાગઢ જાવ તો ઉપરકોટ જવાનું ભૂલતા નઈ ત્યાં કિલ્લા માં શું શું જોવા લાયક છે એ જાણી લો

અહીં હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉપરકોટ ની મુલાકાતે આવે છે.

ઉપરકોટ નો દરવાજો ખૂબ જ જૂનો અને પ્રાચીન છે.

ઉપરકોટમાં પ્રવેશતાની સાથે જ આપણે એક ભવ્ય અને અતિ પ્રાચીન નગરીમાં આવ્યા હોય એવો અહેસાસ થાય છે.

ઉપરકોટ ના દરવાજાની ઉપર તોપ પણ રાખવામાં આવેલી છે.

સ. ૧પ૩૮ માં દીવમાં પોર્ટુગીઝોએ સામે લડવા માટે તુર્કી સેનાઓએ આ તોપનો ઉપયોગ કર્યો હતો.

જૂનાગઢ ના ઉપરકોટ નો કિલ્લો ખૂબ જ પુરાણો છે.

આવે છે કે, સૌથી પ્રાચીન ઐતિહાસિક અને પુરાણો હોય તો આ ઉપરકોટનો કિલ્લો છે.ઇતિહાસ એમ કહે છે કે, ઉગ્રસેને આ કિલ્લો બંધાવ્યો છે

એ ઉપરાંત કિલ્લા ની વાત કરીએ ત્યારે રાણકદેવીનો પણ મહેલ ગણાય છે

અને હા અહીં મસ્જિદ પણ છે.

ઉપરકોટ કિલ્લાની અંદર અડી કડી વાવ આવેલી છે

વાવમાં ઉપરથી ઉતરી શકાય એ પ્રકારના પગથિયા બનાવવામાં આવ્યા છે.અડી કડી વાવ ની અંદર 172 પગથિયા છે.

ઉપરકોટની અંદર નવઘણ કુવો અને અડી કડીની વાવ પાણીના સ્ત્રોત છે.

સામાન્ય રીતે કુવો ગોળ હોય છે, પણ અહીં વિસ્મય પમાડે એવી વાત છે આ કૂવો ચોરસ માં કોતરવામાં આવેલ છે.

ઐતિહાસિક વિરાસત ધરાવતો આ ઉપરકોટ નો કિલ્લામાં આજે પણ કંઈક અલગ નજારો જોવા મળે છે

જે જોવા માટે લોકો આજે પણ ઉમટી રહ્યા છે.અને મન પ્રફુલ્લિત કરી રહ્યા છે.