યાત્રાધામ@ગંદકી: બેચરાજી ટેમ્પલ ટ્રસ્ટનું શૌચાલય ગંદકીથી ખદબદી ઉઠયુ

અટલ સમાચાર,બેચરાજી મહેસાણા જીલ્લાના પવિત્ર યાત્રાધામ બેચરાજી ખાતે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા થોડાક વર્ષો પહેલા ઊંચી પાઘડીઓની રકમ લઈને નવા કોમ્પલેક્ષની દુકાનોની હરાજી કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા બનાવેલ આ કોમ્પલેક્ષમાં શૌચાલય બનાવવામાં આવ્યુ હતુ. આ શૌચાલયમાં હાલ શૌચાલય કે મુતરડીઓની જગ્યાઓની સાફસફાઈ ઘણા મહિનાઓથી થઈ હોય તેવું લાગતું નથી.એક યાત્રાળુએ તો એટલે
 
યાત્રાધામ@ગંદકી: બેચરાજી ટેમ્પલ ટ્રસ્ટનું શૌચાલય ગંદકીથી ખદબદી ઉઠયુ

અટલ સમાચાર,બેચરાજી

મહેસાણા જીલ્લાના પવિત્ર યાત્રાધામ બેચરાજી ખાતે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા થોડાક વર્ષો પહેલા ઊંચી પાઘડીઓની રકમ લઈને નવા કોમ્પલેક્ષની દુકાનોની હરાજી કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા બનાવેલ આ કોમ્પલેક્ષમાં શૌચાલય બનાવવામાં આવ્યુ હતુ. આ શૌચાલયમાં હાલ શૌચાલય કે મુતરડીઓની જગ્યાઓની સાફસફાઈ ઘણા મહિનાઓથી થઈ હોય તેવું લાગતું નથી.એક યાત્રાળુએ તો એટલે સુધી કહું કે આ યાત્રાધામ કરતા તો ગામડાઓ સારા અહીંયા તો “નામ બડા ઔર દર્શન ખોટા” જેવું લાગે છે.

આમ બહુચરાજી માતાજીના દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન એવા કલેકટરએ આ નવા કોમ્પલેક્ષની મુલાકાત લઈ સ્વચ્છતા વિશે માર્કિંગ કરવાની જરૂર ખરી ! સ્થાનિકો કહી રહયા છે કે, વિકાસ અને વિકાસની ગાથા ગાતી આ સરકારમાં બહુચરાજી ગામ સ્વચ્છતાની દ્રષ્ટિએ પાંગળું પુરવાર થયું તે માતાજીના કોમ્પલેક્ષની મુતરડીની સ્વચ્છતા ઉપરથી કહી શકાય છે. બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કોમ્પલેક્ષના પેશાબ ઘરની દુર્દશા અને ગંદકીથી ખદબદતા કોમ્પલેક્ષના જગ્યાની જવાબદારી કોની ? પવિત્ર યાત્રાધામ બેચરાજીના આ શૌચાલયની આવી દુદર્શા માટે કોને જવાબદાર માનવા તેવો સવાલ દર્શનાર્થીઓ ઉઠાવી રહયા છે.