પાટણ જિલ્લાની 30 શાળામાં લોક વિજ્ઞાન કેન્દ્વ કક્ષાના ઊર્જા ઉત્સવનું આયોજન

અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લાની 30 શાળામાં જિલ્લા કક્ષાની ઊર્જા ઉત્સવનું આયોજન તા.22 જાન્યુઆરીના રોજ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે કરાયું હતુ. સમગ્ર જિલ્લામાંથી 200 જેટલા વિદ્યાર્થીઓ અને 30 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત ઉર્જા ક્વીઝ, ચિત્ર સ્પર્ધા અને મોડેલ-ચાર્ટ પ્રદર્શન અને 200 છાત્રોની ઉર્જા રેલી થી કરાઇ હતી. જેમાં કો-ઓડીનેટર વનવીરભાઈ ચૌધરી, સંસ્થાના
 

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લાની 30 શાળામાં જિલ્લા કક્ષાની ઊર્જા ઉત્સવનું આયોજન તા.22 જાન્યુઆરીના રોજ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે કરાયું હતુ. સમગ્ર જિલ્લામાંથી 200 જેટલા વિદ્યાર્થીઓ અને 30 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત ઉર્જા ક્વીઝ, ચિત્ર સ્પર્ધા અને મોડેલ-ચાર્ટ પ્રદર્શન અને 200 છાત્રોની ઉર્જા રેલી થી કરાઇ હતી. જેમાં કો-ઓડીનેટર વનવીરભાઈ ચૌધરી, સંસ્થાના પ્ર. બળવંતભાઈ ચૌધરી, પાટણ જિલ્લા નાયબ ડીડીઓ એગ્રીકલ્ચરલ ઓફિસર શૈલેશભાઈ પટેલ, ડેપ્યુટી એન્જીનીયર યુજીવીસીએલ પાટણ એમ.જી.પટેલ, આદર્શ વિદ્યાલયના પ્રિ.ભાવજીભાઈ ચૌધરી, મંત્રી હરેશભાઈ ચૌધરી સહિત ઉપસ્થિત રહ્યા હતા.