PM: એવી પ્રોડક્ટ બનાવો જે ‘મેક ઇન ઇન્ડીયા’ અને ‘મેડ ફોર વર્લ્ડ’ હોય

અટલ સમાચાર, ડેસ્ક પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું ”દુનિયાના મુકાબલે ભારતની સ્થિતિ સારી છે. આત્મનિર્ભર ભારત આપણી સૌથી મોટી પ્રાથમિકતા છે. આપણે વિકાસ દરને ફરીથી પ્રાપ્ત કરીશું. અનલોક 1માં અર્થવ્યવસ્થાને ફરી ખોલી દેશે. મને ભારતના ખેડૂતોને અને ઉદ્યોગપતિઓ પર વિશ્વાસ છે.” CIIના 125 વર્ષ પુરા થતાં શુભેચ્છા પાઠવતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે માણસ દરેક મુશ્કેલીનું
 
PM: એવી પ્રોડક્ટ બનાવો જે ‘મેક ઇન ઇન્ડીયા’ અને ‘મેડ ફોર વર્લ્ડ’ હોય

અટલ સમાચાર, ડેસ્ક

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું ”દુનિયાના મુકાબલે ભારતની સ્થિતિ સારી છે. આત્મનિર્ભર ભારત આપણી સૌથી મોટી પ્રાથમિકતા છે. આપણે વિકાસ દરને ફરીથી પ્રાપ્ત કરીશું. અનલોક 1માં અર્થવ્યવસ્થાને ફરી ખોલી દેશે. મને ભારતના ખેડૂતોને અને ઉદ્યોગપતિઓ પર વિશ્વાસ છે.” CIIના 125 વર્ષ પુરા થતાં શુભેચ્છા પાઠવતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે માણસ દરેક મુશ્કેલીનું સમાધાન શોધી લે છે. દેશવાસીઓનું જીવન બચાવવાનું છે, અર્થવ્યવસ્થાને વધારવાની છે. કોરોનાકાળમાં ઓનલાઇન ઇવેન્ટ સામાન્ય થતી જાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તેમણે આગળ કહ્યું કે ”વડાપ્રધામંત્રી ગરીબ કલ્યાણ યોજના વડે ગરીબોની મદદ કરવામાં આવી છે. ગરીબોને 8 કરોડ ગેસ સિલિન્ડર મફત આપવામાં આવ્યા છે. હવે ખેડૂતોને તેમના અધિકાર પ્રાપ્ત થઇ રહ્યા છે. ભારતે  યોગ્ય સમય પર યોગ્ય પગલાં ભર્યા છે. 74 કરોડ લાભાર્થીઓને રાશન આપ્યું. આપણા માટે સુધારાનો અર્થ કડક પગલાં લેવાનો છે.”

પીએમ મોદીએ કહ્યું કે ”દુનિયાને ભારત પાસે આશા છે. સતત આપણે આયાતને ઓછી કરી રહ્યા છીએ. ત્રણ મહિનામાં પીપીઇનું કરોડોમાં ઉત્પાદન કર્યું છે. દેશ આજે વિકાસના નવા માર્ગ પર છે. નાના ઉદ્યોગો દેશની અર્થવ્યવસ્થાનું એન્જીન છે. ભારત પાસે ક્ષમતા અને પ્રતિભા છે.”