પારદર્શિતા@મોદીઃ ટેક્સ સિસ્ટમમાં સુધારો, કરદાતાઓને મળ્યા 3 અધિકાર

અટલ સમાચાર.ડેસ્ક ઈમાનદાર કરદાતાઓને પ્રોત્સાહન અને ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા વધારવા માટે પીએમ મોદીએ ગુરુવારે એક નવા ખાસ પ્લેટફોર્મની શરૂઆત કરી હતી. ઇમાનદાર કરદાતાઓને પ્રોત્સાહીત કરવા અને ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા વધારવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે એક ખાસ પ્લેટફોર્મની શરૂઆત કરી છે.આ પ્લેટફોર્મનું નામ ટ્રાન્સપેરેન્ટ ટેક્સેશનઃ ઓનરિંગ ધ ઓનેસ્ટ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ
 
પારદર્શિતા@મોદીઃ ટેક્સ સિસ્ટમમાં સુધારો, કરદાતાઓને મળ્યા 3 અધિકાર

અટલ સમાચાર.ડેસ્ક
ઈમાનદાર કરદાતાઓને પ્રોત્સાહન અને ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા વધારવા માટે પીએમ મોદીએ ગુરુવારે એક નવા ખાસ પ્લેટફોર્મની શરૂઆત કરી હતી. ઇમાનદાર કરદાતાઓને પ્રોત્સાહીત કરવા અને ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા વધારવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે એક ખાસ પ્લેટફોર્મની શરૂઆત કરી છે.આ પ્લેટફોર્મનું નામ ટ્રાન્સપેરેન્ટ ટેક્સેશનઃ ઓનરિંગ ધ ઓનેસ્ટ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, આ પ્લેટફોર્મ 21મી સદીની ટેક્સ સિસ્ટમની શરૂઆત છે. જેમાં ફેસલેસ એસેસમેન્ટ-અપીલ અને ટેક્સ પેયર્સ ચાર્ટર્સ જેવા મોટા રિફોર્મ સામેલ છે. તમને જણાવી દઈએ કે નવા ટેક્સ પ્લેટફોર્મ હેઠળ કરદાતાને ફેસલેસ એસેસમેન્ટ, ટેક્સ પેયર્સ ચાર્ટર, ફેસલેસ અપીલની સુવિધા મળશે. સાથે જ હવે ટેક્સ ભરવામાં સરળતા રહેશે અને ટેકનિકલ સહાયતાથી લોકોમાં ભરોસો પણ બેસશે.

કરદાતાના યોગદાનથી દેશ ચાલે છેઃ પીએમ મોદી, આ નવી યાત્રાની શરૂઆત છેઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે હવે ઓળખાણનો મોકો ખતમ થઈ ગયો છે ટ્રાન્સફર પોસ્ટિંગના મામલામાં રાહત મળશે. તો ટેક્સ સાથે જોડાયેલાં મામલાઓની તપાસ અનેઅપીલ બંને ફેસલેસ થશે. હવે આયકર વિભાગને ટેક્સપેયરનું સન્માન કરવું જરૂરી હશે. વધુમાં કહ્યું કે, ટેક્સપેયર્સના યોગદાનથી જ દેશ ચાલે છે અને તેનાથી જ વિકાસનો મોકો મળે છે. અમુક સુવિધા અત્યારથી જ લાગુ કરી દેવામાં આવી છે, જ્યારે તમામ સુવિધાઓ 25 સપ્ટેમ્બરથી શરૂ થશે. છેલ્લા ઘણા સમયથી અમે આ મુદ્દાઓ પર ફોકસ કર્યું છે. આ નવી યાત્રાની શરૂઆત છે. હવે પ્રામાણિકનું સન્માન થશે. એક પ્રામાણિક ટેક્સપેયર રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા ભજવે છે. આજથી શરૂ થઈ રહેલી નવી વ્યવસ્થાઓ, નવી સુવિધાઓ મિનિમમ ગવર્નેમેન્ટ-મેક્સિમમ ગવર્નનેંસને આગળ વધારે છે. પીએમ મોદીએ કહ્યું કે, તેનાથી સરકારની દખલગીરી ઓછી થશે.

પીએમ મોદીએ કહ્યું કે, હવે ખોટી રીતો યોગ્ય નથી અને શોર્ટ કટ અપનાવવો ન જોઈએ. દરેકને કર્તવ્યભાવથી આગળ વધતાં કામ કરવું જોઈએ. પોલિસી સ્પષ્ટ થવી, ઈમાનદારી પર ભરોસો, સરકારી સિસ્ટમમાં ટેક્નોલોજીનો પ્રયોગ, સરકારી સિસ્ટમમાં ટેક્નોલોજીનો પ્રયોગ, સરકારી મશીનરીનો યોગ્ય કરવો અને સન્માન કરવું. પહેલાં રિફોર્મની વાતો થતી હતી, અમુક નિર્ણયો મજબૂરી અને દબાણમાં લેવાતા હતા. જેનાથી પરિણામ મળતા ન હતા.

130 કરોડમાંથી દોઢ કરોડ લોકો જ ટેક્સ ભરે છે
પીએમ મોદીએ જણાવ્યું કે, 2012-13માં જેટલાં ટેક્સ રિટર્ન્સ થતા હતા અને તેની સ્ક્રૂટીની થતી હતી, આજે તેનાથી ખુબ જ ઓછી છે. કેમ કે અમે ટેક્સપેયર્સ પર ભરોસો કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આજે 130 કરોડો લોકોમાંથી ફક્ત દોઢ કરોડ જ લોકો ટેક્સ ભરી રહ્યા છે. અને આ સંખ્યા ખુબ જ ઓછી છે. દરેક વ્યક્તિએ તેના પર ચિંતન કરવું પડશે. તેનાથી જ દેશ આત્મનિર્ભર તરફ આગળ વધશે. સાથે પીએમ મોદીએ કહ્યું કે, 15 ઓગસ્ટથી જ લોકો ટેક્સ ભરવાનો સંકલ્પ કરે.

હવે દેશનો કોઈપણ અધિકારી કેસની તપાસ કરી શકશે
પીએમ મોદીએ કહ્યું કે, પહેલાં પોતાના શહેરનો અધિકારી જ મામલાને જોતો હતો, પણ હવે ટેક્નોલોજીને કારણે દેશનાં કોઈપણ ભાગનો અધિકારી કેસની તપાસ કરી શકશે. જો મુંબઈમાં કોઈ કેસ સામે આવે છે તો, તેની તપાસનો કેસ મુંબઈ છોડીને કોઈપણ શહેરની ટીમની પાસે જઈ શકે છે. આ આદેશનો રિવ્યૂ કોઈ બીજા શહેરની ટીમ કરશે. તેમજ ટીમમાં કોણ હશે તેનું પરિણામ પણ કોમ્પ્યુટરથી આપવામાં આવશે.

કોર્ટની બહાર જ સમાધાન કરવા પર ફોકસ
પીએમ મોદીએ કહ્યું કે, પહેલાં 10 લાખનો મામલો પણ કોર્ટમાં ચાલતો હતો. પણ હવે હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટમાં જનાર મામલાઓની સીમા ક્રમશઃ 1-2 કરોડ રૂપિયા કરવામાં આવી છે. હવેનું ફોકસ કોર્ટ બહાર જ નિપટાવવા ઉપર હશે.