એશિયાના સૌથી ઊંચા અને લાંબા ગીરનાર રોપ વેનું આવતીકાલે PM મોદી ઇ-લોકાર્પણ કરશે

અટલ સમાચાર, ડેસ્ક એશિયાના સૌથી ઊંચા અને લાંબા ગીરનાર રોપ વેનું આવતીકાલે લોકાર્પણ કરવામાં આવશે. પી.એમ મોદીના ડ્રીમ પ્રોજકેટ ગીરનાર રોપવેનું પી.એમ મોદી ઈ-લોકાર્પણ કરશે, જેને પગલે સી.એમ વિજય રૂપાણી જુનાગઢ આવવાના હોઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે જુનાગઢમાં પીએમ મોદી બે ઈ-લોકાર્પણ કરવાના છે, જેમાં પી.એમ મોદીના ડ્રીમ
 
એશિયાના સૌથી ઊંચા અને લાંબા ગીરનાર રોપ વેનું આવતીકાલે PM મોદી ઇ-લોકાર્પણ કરશે

અટલ સમાચાર, ડેસ્ક

એશિયાના સૌથી ઊંચા અને લાંબા ગીરનાર રોપ વેનું આવતીકાલે લોકાર્પણ કરવામાં આવશે. પી.એમ મોદીના ડ્રીમ પ્રોજકેટ ગીરનાર રોપવેનું પી.એમ મોદી ઈ-લોકાર્પણ કરશે, જેને પગલે સી.એમ વિજય રૂપાણી જુનાગઢ આવવાના હોઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે જુનાગઢમાં પીએમ મોદી બે ઈ-લોકાર્પણ કરવાના છે, જેમાં પી.એમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગીરનાર રોપ વે અને ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટેની કિસાન સૂર્યોદય યોજનાનું પણ લોકાર્પણ કરવામાં આવશે. લોકાર્પણને પગલે આવતી કાલે સી.એમ સહીતનો કાફલો જુનાગઢમાં છે, ત્યારે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પી.એમ મોદી બે યોજનાનું લોકાર્પણ કરેશે, ત્યારબાદ સી.એમ રોપ વે સાઈટે જશે અને ત્યાંથી ટ્રોલીમાં બેસી રોપ વે જ્યાં પૂરો થાય છે ત્યાં માં અંબાની શક્તિ પીઠ ખાતે પૂજન અર્ચન કરશે, હાલ ૪૦૦ લોકોને આ પ્રસંગ માં આવવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે. જુનાગઢમાં પી.ટી.એસ. ખાતે એક મોટો ડોમ ઉભો કરવામાં આવ્યો છે, અને સવારે 10.30 કલાકે પી.એમ રોપ વે તેમજ કિસાન સૂર્યોદય યોજનાનું ડીઝીટલ લોકાર્પણ કરશે. ડોમની અંદર ૬ ફૂટનું અંતર રાખી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ આવનાર મહેમાનને સેનેટાઈઝ કરવામાં આવશે, સાથે કોવીડ..૧૯ ની તમામ ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરવામાં આવશે. ગીરનાર રોપ વે સાકાર થતા જુનાગઢ પ્રવાસન ક્ષેત્રનું હવે હબ બનશે અને અશક્ત ભક્તો ર્રોપ વેમાં બેસી ગીરનાર પર આવેલ દેવી દેવતાઓના દર્શનનો લાભ લઈ શકશે.

ગીરનાર રોપવે પ્રોજેક્ટ ભવનાથ તળેટી થી લઈને અંબાજી મંદિર સુધીનો છે. જેમાં કુલ 9 ટાવર ઉભા કરાયા છે. તેમાં 6 નંબરનો ટાવર કે જે ગીરનારના એક હજાર પગથીયા પાસે આવેલો છે તે ટાવર આ યોજનાનો સૌથી ઉંચો ટાવર છે જેની ઉંચાઈ 67 મીટર છે. ભવનાથ તળેટીથી લઈને અંબાજી સુધીનું અંતર 2.3 કી.મી.નું છે. જે રોપવે થી પ્રવાસીઓ 7 મિનિટમાં તળેટીથી અંબાજી પહોંચી શકશે. શરૂઆતના તબક્કામાં 24 ટ્રોલી લગાવાશે, એક ટ્રોલીમાં 8 લોકો બેસી શકે તેવી ક્ષમતા છે એટલે કે એક ફેરામાં 192 પ્રવાસીઓ મુસાફરી કરી શકશે.

ગીરનારના અંબાજી સુધીનો આ રોપવે જૂનાગઢ – એશિયાનો સૌથી મોટો રોપવે પ્રોજેકટ છે. અંબાજી સુધીનું અંતર જ 5000 કરતાં વધુ પગથિયાનું છે ત્યારે આ રોપવે એક બેંચ માર્ક સાબિત થશે. હાલમાં ગીરનાર રોપ-વે માટે આવેલી ટ્રોલીનું ટ્રાયલ રોજ કરવામાં આવે છે. લોડ ટ્રાયલ સાથે એર વેન્ટિલેશન વગેરેનું અવલોકન કરવામાં આવી રહ્યું છે. ગીરનાર રોપ-વેની ઊંચાઇ અને હવાના દબાણને ધ્યાનમાં રાખતા આ રોપ-વેની ટ્રોલી કાચ વાળી પેક રાખવામાં આવશે. રોપ-વેમાં સેફ્ટિની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને કોઈ હોનારત થાય તો રેસ્ક્યૂ માટેના કેટલાક પોઇન્ટ નક્કી કરવાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગીરનાર રોપવે માટે વર્ષો સુધી રાહ જોવામાં આવી હતી. રોપવેના પ્રથમ નક્કી કરાયેલા રૂટમાં ગિરનારી ગીધના માળા આવતા હોવાથી તે રૂટ પડતો મૂકવાની ફરજ પડી હતી. એક સમયે તો કેન્દ્રની યુપીએ સરકારે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જોકે, વડાપ્રધાન મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શિલાન્યાસ કરવામાં આવેલા પ્રોજેક્ટને પર્યાવરણની લીલી ઝંડી મળ્યા બાદ નવો રૂટ પસંદ કરવામાં આવ્યો હતો.