PM મોદી: ફરી ગુજરાત આવશે, વેક્સીન અંગે થઈ શકે છે મોટી જાહેરાત

અટલ સમાચાર, ડેસ્ક પીએમ મોદી 28 નવેમ્બરે ગુજરાત આવશે. પીએમ મોદી વેક્સીન અંગે ગુજરાતથી મોટી જાહેરાત કરે તેવી સંભાવના છે. પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન ઝાયડસ પ્લાન્ટની મુલાકાત કરશે અને ઝાયડસ કેડિલા વેક્સીનનું નિરીક્ષણ કરશે. ઝાયકોવ ડી વેક્સીનનું નિર્માણ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનો (SII)પ્રવાસ પણ કરશે.
 
PM મોદી: ફરી ગુજરાત આવશે, વેક્સીન અંગે થઈ શકે છે મોટી જાહેરાત

અટલ સમાચાર, ડેસ્ક

પીએમ મોદી 28 નવેમ્બરે ગુજરાત આવશે. પીએમ મોદી વેક્સીન અંગે ગુજરાતથી મોટી જાહેરાત કરે તેવી સંભાવના છે. પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન ઝાયડસ પ્લાન્ટની મુલાકાત કરશે અને ઝાયડસ કેડિલા વેક્સીનનું નિરીક્ષણ કરશે. ઝાયકોવ ડી વેક્સીનનું નિર્માણ થઈ રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનો (SII)પ્રવાસ પણ કરશે. એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી હતી. કોવિડ-19 વેક્સીન માટે એસઆઈઆઈએ વૈશ્વિક દવા નિર્માતા એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલય સાથે ભાગીદારી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પહેલા પીએમ મોદી 30મી ઓક્ટોબરે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. પૂણેના મંડલાયુક્ત સૌરભ રાવે કહ્યું કે અમને શનિવારે પ્રધાનમંત્રી મોદીના સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા આવવાની પૃષ્ટી થઈ છે. જોકે તેમનો વિસ્તૃત કાર્યક્રમ હજુ મળ્યો નથી. રાવે કહ્યું કે પ્રધાનમંત્રીના પૂણે આવવાની સંભાવના છે જો આમ થશે તો તેમનો ઉદ્દેશ્ય કોરોના વાયરસ સંક્રમણના વેક્સીન નિર્માતાની સ્થિતિ, ઉત્પાદન અને વિતરણના તંત્રની સમીક્ષા હશે.