PM મોદી: કેવડિયામાં સરદાર પટેલની જન્મજયંતી પર પુષ્પાજંલિ આપી

અટલ સમાચાર, ડેસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સરદાર વલ્લભભાઈ પટેલની 145ની જન્મજયંતી નિમિત્તે કેવડિયા ખાતે આવેલી સરદાર પટેલની 182 મીટર ઊંચી વિરાટ પ્રતીમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સરદાર પટેલની જન્મજયંતીની 2014થી રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. પીએમ મોદી તેમની બે દિવસીય ગુજરાત યાત્રા પર શુક્રવારે આવી પહોંચ્યા હતા. નર્મદા સ્થિતિ કેવડિયા ખાતે
 
PM મોદી: કેવડિયામાં સરદાર પટેલની જન્મજયંતી પર પુષ્પાજંલિ આપી

અટલ સમાચાર, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સરદાર વલ્લભભાઈ પટેલની 145ની જન્મજયંતી નિમિત્તે કેવડિયા ખાતે આવેલી સરદાર પટેલની 182 મીટર ઊંચી વિરાટ પ્રતીમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સરદાર પટેલની જન્મજયંતીની 2014થી રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

પીએમ મોદી તેમની બે દિવસીય ગુજરાત યાત્રા પર શુક્રવારે આવી પહોંચ્યા હતા. નર્મદા સ્થિતિ કેવડિયા ખાતે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં ગઈકાલે જંગલ સફારી, એકતા મોલ, ક્રુઝ રાઈડ, ચિલ્ડ્રન ન્યુટ્રિશીયન પાર્ક, કેક્ટસ મ્યુઝિયમ સહિતના વિવિધ 17 પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શનિવારે વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની વિરાટ પ્રતીમાના ચરણોમાં પુષ્પ અર્પણ કર્યા હતા. આ જ સમયે હેલિકોપ્ટર મારફતે સ્ટેચ્યુ ઉપર ગુલાબની પાંખડીઓ વઝે પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. ત્યારબાદ વડાપ્રધાન પરેડ ગ્રાઉન્ડ તરફ ગયા હતા જ્યાં તેઓ રાષ્ટ્રીય એકતા શપથના સાક્ષી બનશે.