PM મોદીએ સુરેશ રૈનાને લખ્યો પત્ર, સર્વશ્રેષ્ઠ ફિલ્ડર્સ તરીકે કર્યા વખાણ

અટલ સમાચાર, ડેસ્ક પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અને શાનદાર ફીલ્ડર પૈકીના એક સુરેશ રૈનાએ પણ 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ રૈનાને પત્ર લખીને ભારતીય ક્રિકેટમાં યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો, સાથોસાથ રૈનાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શ્રેષ્ઠ ફીલ્ડર પણ ગણાવ્યા. પત્રમાં વડાપ્રધાને રૈનાને નવી ઇનિંગ માટે શુભેચ્છાઓ પણ
 
PM મોદીએ સુરેશ રૈનાને લખ્યો પત્ર, સર્વશ્રેષ્ઠ ફિલ્ડર્સ તરીકે કર્યા વખાણ

અટલ સમાચાર, ડેસ્ક

પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અને શાનદાર ફીલ્ડર પૈકીના એક સુરેશ રૈનાએ પણ 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ રૈનાને પત્ર લખીને ભારતીય ક્રિકેટમાં યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો, સાથોસાથ રૈનાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શ્રેષ્ઠ ફીલ્ડર પણ ગણાવ્યા. પત્રમાં વડાપ્રધાને રૈનાને નવી ઇનિંગ માટે શુભેચ્છાઓ પણ પાઠવી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રૈનાએ સોશિયલ મીડિયા પર માન્યો આભાર

રૈનાએ ઇન્સ્ટાગ્રામ પર આ પત્ર શૅર કર્યો અને લખ્યું કે, જ્યારે અમે રમીએ છીએ ત્યારે અમે લોહી-પરસેવો પાડીએ છીએ. પ્રશંસકોના પ્રેમથી વધીને કોઈ વધુ વખાણ નથી હોતા. આ વખાણ ખાસ બની જાય છે જ્યારે તે દેશના વડાપ્રધાન તરફથી મળે છે. આભાર નરેન્દ્ર મોદીજી આપના શબ્દો અને શુભકાનનાઓ માટે. જય હિન્દ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેશ રૈનાને પત્રમાં લખ્યું કે, પ્રિય સુરેશ 15 ઓગસ્ટના દિવસે આપે એ નિર્ણય લીધો જે કદાચ આપની જિંદગીનો સૌથી મુશ્કેલ નિર્ણય હતો. હું આપના માટે રિટાયરમેન્ટ શબ્દનો પ્રયોગ નહીં કરું કારણ કે તમે ઘણા યુવા અને જોશથી ભરેલા છો. ક્રિકેટ ફીલ્ડ બાદ તમે પોતાની બીજી ઇનિંગ માટે તૈયારી કરી રહ્યા છો. આપ હંમેશા ક્રિકેટ માટે જીવ્યા છો. આપના સફરની શરૂઆત મુરાદાનગરમાં ઘણી જલ્દી થઈ ગઈ હતી અને પછી તમે આ જ સપનાને લઈ લખનઉ પહોંચ્યા. ત્યારથી ખૂબ શાનદાર સફર રહી છે. આપે જ્યાં આપના ત્રણેય ફોર્મેટમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું.