અયોધ્યામાં નિર્માણ પામનારુ રામ મંદિર અનંતકાળ સુધી પ્રેરણાદાયી રહેશેઃ પીએમ મોદી

અટલ સમાચાર.ડેસ્ક પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં આજે રામમંદિરનું ભૂમિ પુજન કર્યુ છે. ત્રણ વર્ષમાં આ મંદિર તૈયાર થઇ જશે. પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યુ હતુ કે મંદિર સાથે ઇતિહાસનું પણ પુનરાવર્તન થઇ રહ્યુ છે. વિશ્વના અનેક દેશોમાં રામકથા પ્રચલિત છે. અયોધ્યામાં નિર્માણ પામનારુ રામ મંદિર અનંતકાળ સુધી પ્રેરણાદાયી રહેશે. વર્ષો સુધી ટેંટમાં રહેલા રામલલાનું હવે ભવ્ય
 
અયોધ્યામાં નિર્માણ પામનારુ રામ મંદિર અનંતકાળ સુધી પ્રેરણાદાયી રહેશેઃ પીએમ મોદી

અટલ સમાચાર.ડેસ્ક
પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં આજે રામમંદિરનું ભૂમિ પુજન કર્યુ છે. ત્રણ વર્ષમાં આ મંદિર તૈયાર થઇ જશે. પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યુ હતુ કે મંદિર સાથે ઇતિહાસનું પણ પુનરાવર્તન થઇ રહ્યુ છે. વિશ્વના અનેક દેશોમાં રામકથા પ્રચલિત છે. અયોધ્યામાં નિર્માણ પામનારુ રામ મંદિર અનંતકાળ સુધી પ્રેરણાદાયી રહેશે.
વર્ષો સુધી ટેંટમાં રહેલા રામલલાનું હવે ભવ્ય મંદિર બનશે. રામ મંદિર બનશે કરોડો લોકોની સામુહિક શક્તિનું મંદિર બનસશે. આ મંદિર આવનારી પેઢીઓને આસ્થા, સંકલ્પની પ્રેરણા આપશે.

જયશ્રી રામના નારા સાથે પીએમ નરેન્દ્ર મોદીએ સંબોધનની શરૂાત કરી હતી. વર્ષો સુધી રાહ જોયા બાદ રામલલા માટે આજે રામ મંદિર બનવા જઇ રહ્યુ છે. સમગ્ર ભારત આજે રામમય, દરેક મન રોમાંચિત અને દરેક ઘર દીપમય છે. દેશના સહયોગથી રામમંદિર નિર્માણશક્ય બન્યુ છે. મંદિર સાથે ઇતિહાસનું પુનરાવર્ન થઇ રહ્યુ છે. મલેશિયા, થાઇલેન્ડ, ઇરાન,ચીનમાં પણ રામ કથા થાય છે.રામ કણકણમાં છે. આ મંદિર આવનારી પેઢીઓને આસ્થા, શ્રદ્ધાની પ્રેરણા આપશે. મંદિરના નિર્માણ પછી દરેક ક્ષેત્રમાં અવસર વધશે.