આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા (ભુરાજી ઠાકોર)

મહેસાણા પોલીસ અધિક્ષક નિલેષ જાજડીયા તથા પોલીસ અધિક્ષક મંજીતા વણજારાના માર્ગદર્શન હેઠળ દારૂબંધીના કડક અમલ માટે 26-07-2019ના રોજ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ બેચરાજી પોલીસે હાથ ધર્યુ હતુ. આ દરમ્યાન મળેલ વિગત આધારે આર.કે.પાઠક પોલીસ ઇન્સપેકક્ટર તથા પોલીસ સબ ઇન્સ આર.આઇ.પરમાર સહિતની ટીમે કરણસાગર ગામની સીમમાં તપાસ કરી હતી. જયાં દારૂ સાથે 19.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

બેચરાજી પોલીસે કરણસાગર ગામની વીડમાં શોધખોળ કરતાં અંદરના ભાગે અંધારામાં એક કન્ટેનર અને એક બોલેરો પીકઅપ ડાલુ જોયુ હતુ. બંને વાહનોમાં તપાસ કરતા કોઇ વ્યક્તિ હાજર ન હોઇ કન્ટેનર ગાડીમાંથી ભારતીય બનાવટની કુલ 288 બોટલો કબજે કરી હતી. સરેરાશ રૂ.1,15,200નો દારૂ ઝડપી લેવાયો હતો. પોલીસે કન્ટેનર ગાડી કિં.રૂા.15,00,000 તથા બોલેરો પીકપ ડાલુ અને દારૂ સહિત રૂ.19,53,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બેચરાજી પોલીસે બંન્ને વાહન ચાલકો તથા બીજા અજાણ્યા ઇસમો વિરૂધ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ 65 એઇ, 116બી.81,98(2) મુજબ ગુ.ર.નં-144-2019થી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code