પોલીસ@ડીસા: ઘટનાથી બનેલી વિરોધી માનસિકતા, ચોક્કસ વાહનચાલકો ટાર્ગેટ

અટલ સમાચાર, ડીસા જૂનાગઢમાં પોલીસ અને પત્રકાર વચ્ચેના ઘર્ષણથી વિવિધ બાબતો સામે આવી રહી છે. બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા બાદ આઇજીએ મિત્રતા વધવાનો દાવો કર્યો હતો. જોકે ડીસામાં વિરોધી પોલીસની વિરોધી માનસિકતા સામે આવી છે. પત્રકાર સહિતના ચોક્કસ વાહનચાલકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. પોલીસ અને પત્રકાર ફરજના ભાગરૂપે દિવસમાં અનેકવાર સંપર્કમાં આવે છે.
 
પોલીસ@ડીસા: ઘટનાથી બનેલી વિરોધી માનસિકતા, ચોક્કસ વાહનચાલકો ટાર્ગેટ

અટલ સમાચાર, ડીસા

જૂનાગઢમાં પોલીસ અને પત્રકાર વચ્ચેના ઘર્ષણથી વિવિધ બાબતો સામે આવી રહી છે. બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા બાદ આઇજીએ મિત્રતા વધવાનો દાવો કર્યો હતો. જોકે ડીસામાં વિરોધી પોલીસની વિરોધી માનસિકતા સામે આવી છે. પત્રકાર સહિતના ચોક્કસ વાહનચાલકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

પોલીસ અને પત્રકાર ફરજના ભાગરૂપે દિવસમાં અનેકવાર સંપર્કમાં આવે છે. આવી સ્થિતિમાં બંને વચ્ચે વિવિધ સ્થળોએ મિત્રતાના સંબંધો વધી રહ્યા છે. જોકે જૂનાગઢની ઘટનાથી ખાટા મીઠા સંબંધો ઠેકઠેકાણે કડવા બની રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પોલીસ નારાજગીનું સ્વરૂપ બતાવી ગુનેગારોને બદલે પત્રકારો સામે દબંગાઈ કરી રહી છે.

છેલ્લા કેટલાક દિવસોથી પત્રકારોને કાયદાનો ડંડો બતાવી સરકારી દાદાગીરી ઉપર ઉતરી આવ્યા છે. મુસાફર વાહનો પાસેથી હપ્તા લેતી ડીસા પોલીસ એકલ દોકલ મુસાફરોને પકડવા ખાસ કરીને પત્રકારોને ટાર્ગેટ કરી રહી છે. ડીસાથી નજીકના સ્થળોએ દોડતા ખાનગી વાહનો પાસેથી વર્ષે કરોડનો હપ્તો લેવાય છે. જો કોઈ વાહનચાલક હપ્તો ના આપે તો ગાડી ડિટેઇન કરવામાં આવે છે.

આ સ્થળોએ કેમ કંઈ દેખાતું નથી ?
ડીસા શહેરમાં બગીચા વિસ્તાર તેમજ શાકમાર્કેટ આગળ પ્રાઇવેટ વાહનોનો અડીગો જામેલો રહે છતાં પોલીસ ચૂપ કેમ છે ? કારણ કે દર મહિને સીલ બંદ કવરમા હપ્તો મળતો હોવાનુંં લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.