સુરતઃ સરકારી હોસ્પિટલમાં પોલિયોની રસી મૂકાવી, દોઢ મહિનાના 2 બાળકના મોત

અટલ સમાચાર, ડેસ્ક સુરતના કામરેજ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રમાં બે બાળકોના મોત થયા છે. રસી મુકવામાં આવતા બાળકોના મોત થયો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. બે પરિવાર નજીકના ગામડેથી રસી મુકવા માટે આરોગ્ય કેન્દ્રમાં આવ્યા હતા. રસી મુક્યા બાદ બન્ને દોઢ માસના બાળકોના મોત થયા હતા. બાળકોના મોત થતા પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. ઘટના કંઈક
 
સુરતઃ સરકારી હોસ્પિટલમાં પોલિયોની રસી મૂકાવી, દોઢ મહિનાના 2 બાળકના મોત

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના કામરેજ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રમાં બે બાળકોના મોત થયા છે. રસી મુકવામાં આવતા બાળકોના મોત થયો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. બે પરિવાર નજીકના ગામડેથી રસી મુકવા માટે આરોગ્ય કેન્દ્રમાં આવ્યા હતા. રસી મુક્યા બાદ બન્ને દોઢ માસના બાળકોના મોત થયા હતા. બાળકોના મોત થતા પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો.

ઘટના કંઈક એવી છે કે, દોઢ મહિનાના બે બાળકોને આગળના દિવસે કામરેજની આંગણવાડીમાંથી ફોન આવ્યો હતો કે તેમના બાળકોને રસી મૂકવાનો સમય થઈ ગયો છે તો કામરેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવીને રસી મુકાવી જાઓ. પોલિયોની રસી મૂકવા અંગેના આ કોલને પગલે દોઢ મહિનાના બાળકોને લઈને કામરેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડો.મહેન્દ્ર ભાટીએ બાળકોને રસી આપી હતી.

આંગણવાડીમાંથી ફોન આવ્યો હતો કે કાલે પોલિયોની રસી મૂકાવી જજો અમે બીજા દિવસે બાળકોને રસી મુકાવી ત્યારે ડોક્ટરે કહ્યુ હતુ કે બાળકો અમે મૂક્યા બાદ બાળકોને તાવ આવશે ચિંતા ન કરતા તેવુ ડોક્ટર તરફથી કહેવામાં આવ્યું હતુ. એટલે રાતે કોઈ સારવાર માટે ગયા નહીં પરંતુ સવારે બાળકો ઉઠ્યા જ નહીં અને તેમના મોઢામાંથી ફીણ આવતુ હતુ. અમે તુરંત જ બાળકોને પાસેની કાશીબા હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરઓએ બાળકોના મોત થયા હોવાનું જણાવ્યુ હતુ.

સુરતઃ સરકારી હોસ્પિટલમાં પોલિયોની રસી મૂકાવી, દોઢ મહિનાના 2 બાળકના મોત
Advertise

બાળકોને પોલિયોની રસી આપનાર સરકારી ડોક્ટર મહેન્દ્ર ભાટીનું કહેવું છે કે પોલિયોની રસી એકલા આ બે બાળકોને જ નહોતી અપાઈ પરંતુ ઘણા બધા બાળકોને રસી આપવામાં આવી હતી. હવે બાળકોના મોત કયા કારણથી થયા છે તે જાણવું જરૂરી છે. પોલીસે આ અંગે પરિવારનો ઉહાપોહ સાંભળીને બાળકોના મૃતદેહને પોસ્ટર્મોટમ માટે સુરત સિવિલ મોકલી આપવામાં આવ્યો છે.