રાજકીય@ગુજરાત: રમુજી સ્ટાઇલમાં મંત્રીમંડળ ઉપર જયરાજસિંહનો કટાક્ષ

અટલ સમાચાર, પ્રિયકાન્ત શ્રીમાળી ભારતીય જનતા પક્ષના સંગઠન અને સરકારની હાલત એક સાંધે ને તેર તુટે એવી થઈ છે. એમાંય વિજય રૂપાણીએ ટવેન્ટી ટવેન્ટી રમવાની જાહેરાત કરી ત્યારથી ભાજપ પ્રીમિયર લીગ ફોર્મમાં આવી ગઈ હોવાનો કટાક્ષ કોંગ્રેસના જયરાજસિંહ પરમારે કર્યો છે. તેમને જણાવ્યુ હતુ કે, ખરેખર તો વિજયભાઈ બારમા ખેલાડી હતા પણ સિલેક્શન કમીટીએ પક્ષપાત
 
રાજકીય@ગુજરાત: રમુજી સ્ટાઇલમાં મંત્રીમંડળ ઉપર જયરાજસિંહનો કટાક્ષ

અટલ સમાચાર, પ્રિયકાન્ત શ્રીમાળી

ભારતીય જનતા પક્ષના સંગઠન અને સરકારની હાલત એક સાંધે ને તેર તુટે એવી થઈ છે. એમાંય વિજય રૂપાણીએ ટવેન્ટી ટવેન્ટી રમવાની જાહેરાત કરી ત્યારથી ભાજપ પ્રીમિયર લીગ ફોર્મમાં આવી ગઈ હોવાનો કટાક્ષ કોંગ્રેસના જયરાજસિંહ પરમારે કર્યો છે. તેમને જણાવ્યુ હતુ કે, ખરેખર તો વિજયભાઈ બારમા ખેલાડી હતા પણ સિલેક્શન કમીટીએ પક્ષપાત કરી ઉપકપ્તાનને પડતાં મુકી સીધા તેમને કેપ્ટન બનાવી દીધા. બસ, ત્યારથી જ આ મેચ રસપ્રદ બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકીય@ગુજરાત: રમુજી સ્ટાઇલમાં મંત્રીમંડળ ઉપર જયરાજસિંહનો કટાક્ષ

વડોદરાની સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારને નારાજ થયા બાદ મનાવી લેવામાં આવ્યા હતા. ત્યાં વડોદરાની જ વાઘોડીયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નારાજ થયા હતા. આ બધી ગતિવિધિને લઇ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. જેમાં જયરાજસિંહ પરમારે જણાવ્યુ છે કે, વિજયભાઈ એ 191 કરોડના હેલીકોપ્ટરની જગ્યાએ ફાયર ફાઈટરો વસાવવાની જરૂર હતી જે ભાજપની આગ અને ભડકા બુઝાવી શકે. ખેતરોમાં તીડ ભગાડવા થાળીઓ વગાડનાર જીતુ વાઘાણીને જગાડવા અને રૂપાણીને ભગાડવા તેમના જ ધારાસભ્યો થાળીઓ વગાડી ઘરેથી હોસ્પિટલ અને હોસ્પીટલથી વડોદરા વચ્ચે દોડાવી રહ્યા છે.

રાજકીય@ગુજરાત: રમુજી સ્ટાઇલમાં મંત્રીમંડળ ઉપર જયરાજસિંહનો કટાક્ષ

કોંગ્રેસના જયરાજસિંહ પરમારે જણાવ્યુ હતુ કે,બધા ધારાસભ્યો અને નેતાઓની બળવો કરવાની એક સરખી “મોડસ ઓપરેન્ડી” પરથી એવું લાગે છે કે આ બંનેને ખસેડવાનો તખ્તો દિલ્હીથી ગોઠવાઈ ગયો છે અને ત્યાંથી જ લખાયેલી સ્ક્રીપટ પ્રમાણે નાટક ચાલી રહ્યું છે. આ બધામાં એમની રાજકીય સત્તા ટકાવવા અને ભ્રષ્ટાચાર કરવા જે સોગઠા ગોઠવે એ એમને મુબારક પણ આમાં ગુજરાતની જનતાનો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે એની ચિંતા છે .