રાજકારણ: અલ્પેશ-ધવલ સભ્યપદ કેસ, વકીલનો 11 કરોડનું પ્રલોભનનો આરોપ

અટલ સમાચાર, અમદાવાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહની સભ્યપદને પડકારતી અરજીના કેસ મામલે અરજદારના વકીલને પ્રલોભન અપાયું હોવાનો દાવો કરાયો છે. અરજદારના વકીલને 11 કરોડનું પ્રલોભન આપવામાં આવ્યું છે. કોર્ટમાં દલીલ ન કરવા અને અલ્પેશની 3 સીડીઓ રજૂ ન કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો આરોપ અરજદારના વકીલ ધર્મેશ ગુર્જરે કર્યો છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ
 
રાજકારણ: અલ્પેશ-ધવલ સભ્યપદ કેસ, વકીલનો 11 કરોડનું પ્રલોભનનો આરોપ

અટલ સમાચાર, અમદાવાદ

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહની સભ્યપદને પડકારતી અરજીના કેસ મામલે અરજદારના વકીલને પ્રલોભન અપાયું હોવાનો દાવો કરાયો છે. અરજદારના વકીલને 11 કરોડનું પ્રલોભન આપવામાં આવ્યું છે. કોર્ટમાં દલીલ ન કરવા અને અલ્પેશની 3 સીડીઓ રજૂ ન કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો આરોપ અરજદારના વકીલ ધર્મેશ ગુર્જરે કર્યો છે.

રાજકારણ: અલ્પેશ-ધવલ સભ્યપદ કેસ, વકીલનો 11 કરોડનું પ્રલોભનનો આરોપ
Advertise

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના સભ્યપદને પડકારતી અરજી મામલે વકીલે સનસનીખેજ આરોપો લગાવતાં રાજકારણ ગરમાયું છે. વકીલને કેસ પરત ખેંચવા અને સુપ્રીમમાં અપીલ ન કરવાનું દબાણ બનાવવામાં આવી રહ્યું છે. અરજદારના વકીલને 2 અજાણ્યા શખ્સે પ્રલોભન આપ્યું હોવાનો દાવો કરાયો છે. રૂ.11 કરોડનું પ્રલોભન આપ્યાનો અરજદારના વકીલનો દાવો છે.

એટલું જ નહીં પણ ધર્મેશ ગુર્જરને કોર્ટમાં દલીલ ન કરવા અને અલ્પેશની 3 સીડી રજૂ ન કરવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે કેસ પાછો ખેંચી લેવા માટે અને સુપ્રીમ કોર્ટમાં અપીલ ન કરવા માટે વકીલ પર દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.