રાજનીતિ@અંબાજી: મહિલા ઉપસરપંચ વિરૂધ્ધ દરખાસ્ત પસાર, હોદ્દો છિનવાયો

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ) કોરોના મહામારી વચ્ચે આજે અંબાજી ગ્રામ પંચાયતના ઉપસરપંચને હોદ્દા ઉપરથી દૂર કરવાનો નિર્ણય થયો છે. અગાઉ પંચાયતના મોટાભાગના સભ્યો દ્રારા અવિશ્વાસની દરખાસ્ત મુકાઇ હતી. જેમાં એલઇડી લાઇટો અને અન્ય કામોમાં બૂમરાડ હોવાની રજૂઆત થઇ હતી. જેને લઇ આજે મળેલી ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ઉપસરપંચ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ જતાં
 
રાજનીતિ@અંબાજી: મહિલા ઉપસરપંચ વિરૂધ્ધ દરખાસ્ત પસાર, હોદ્દો છિનવાયો

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ)

કોરોના મહામારી વચ્ચે આજે અંબાજી ગ્રામ પંચાયતના ઉપસરપંચને હોદ્દા ઉપરથી દૂર કરવાનો નિર્ણય થયો છે. અગાઉ પંચાયતના મોટાભાગના સભ્યો દ્રારા અવિશ્વાસની દરખાસ્ત મુકાઇ હતી. જેમાં એલઇડી લાઇટો અને અન્ય કામોમાં બૂમરાડ હોવાની રજૂઆત થઇ હતી. જેને લઇ આજે મળેલી ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ઉપસરપંચ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ જતાં હોદ્દો છિનવાઇ ગયો છે. ઘટનાને પગલે માતાજીના ધામમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના અંબાજી ગ્રામ પંચાયતમાં આજે સામાન્ય સભા મળી હતી. જેમાં અગાઉ 24-06-2020ના રોજ પંચાયતના 15 સભ્યોએ ઉપસરપંચ કલ્પનાબેન પટેલ વિરૂધ્ધ અવિશ્વવાસની દરખાસ્ત મુકી હતી. જેથી આજે બેઠકમાં મતદાન થતાં સરપંચ અને સભ્યો હાજર રહ્યા હતા. પંચાયતના કુલ 18 પૈકી 16 સભ્યો અને સરપંચની હાજરીમાં ભારે ઉચાટ વચ્ચે મતદાન પુર્ણ થયુ હતુ. જેમાં ‌સરપંચ સહિત 17 સભ્યોએ ઉપસરપંચ કલ્પનાબેન વિરૂધ્ધમાં મત આપતાં અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ હતી.

રાજનીતિ@અંબાજી: મહિલા ઉપસરપંચ વિરૂધ્ધ દરખાસ્ત પસાર, હોદ્દો છિનવાયો

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ઉપસરપંચ સામે છેલ્લા કેટલાક સમયથી સરપંચ સમર્થક સભ્યોની નારાજગી હતી. આથી હોદ્દો છિનવી લેવા રાજકીય કવાયત શરૂ થઇ હતી. ઉપસરપંચ સામે નાણાંકીય અને વહીવટી બાબતના ગંભીર આક્ષેપો સાથે દરખાસ્ત થતાં તમામ એકમંચ ઉપર આવી ગયા હતા. આજે મળેલી અંબાજી ગ્રામ પંચાયતની સભામાં ચોંકાવનારૂ પરીણામ આવી ગયુ છે. જેમાં સરપંચ સહિત 17 સભ્યોએ મહિલા ઉપસરપંચ વિરૂધ્ધ વલણ અપનાવતા માં અંબાના ધામમાં રાજકારણી ચર્ચાને બળ મળ્યુ છે.