આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

રાજ્યમાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં અત્યારથી જ રાજકારણ ગરમાયુ છે. આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ હાલ જન સંવેદના યાત્રા દ્રારા લોકોના દ્રારા પહોંચી રહ્યા છે. આજે ડીસાના કંસારી ગામે 300થી વધુ લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હોવાનું સામે આવ્યુ છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ સહિતના દિગ્ગજોની ઉપસ્થિતિમાં આજે ગામમાં કોરોનાથી મૃત્યુ પામેલા દિવંગતોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના કંસારી ગામે આજે 300થી વધુ લોકોએ આપનો ખેસ ધારણ કર્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરીના હોમટાઉનમાં મોટી સંખ્યામાં લોકો આપમાં જોડાતાં રાજકારણ ગરમાયુ છે. સમગ્ર ગુજરાતમાં બીજો વિકલ્પ તરીકે ઊભરી આવેલ આમ આદમી પાર્ટી દ્વારા કોરોના મહામારી અંતગર્ત મુત્યુ પામેલા આત્માને શાંતિ મળે તે હેતુથી જન સંવેદના યાત્રા ગુજરાતમાં ફરી રહી છે. આજે જન સંવેદના યાત્રાને આજે એક મહીનો પુર્ણ થતાં દિયોદર તાલુકાના રૈયા ગામમાં આપના નેતા ઇસુદાન ગઢવી અને વિજય સુંવાળા મુલાકાતે આવ્યા હતા. જોકે આ મુલાકાત દરમ્યાન ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં આપમાં જોડાયા તેવો દાવો કરાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આમ આદમીનો ખેસ પહેરનાર ઇસુદાન ગઢવી ખાનગી ચેનલના કાર્યક્રમથી જ ખેડૂતોના માનીતા બન્યાં હતા. જેનો પુરેપુરો લાભ આમ આદમી પાર્ટીને થઇ રહ્યો છે. આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા નિષ્ફળ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે 2022 વિધાનસભાની ચૂંટણીમાં આ ઘમંડી સરકારને ઉખાડી ફેંકી દેવાની લોકોને વિનંતી કરી હતી.

આ સાથે આપના નેતા ઈશુદાન ગઢવીએ જન સંવેદના યાત્રા દરમ્યાન ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આપના નેતાઓએ કોરોના સંક્રમણને અટકાવવા ભાજપ સરકારને નિષ્ફળ બતાવી, પેટ્રોલ ડીઝલ ભાવ વધારા મામલે પણ ભાજપ પર પ્રહાર કર્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code