રાજકારણ@દેશ: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફરી સોંપવામાં આવી મોટી જવાબદારી, જાણો વિગતવાર

 
વિજય રૂપાણી

આદમી પાર્ટીનો ગઢ તોડવાની કામગીરી સોંપવામાં આવી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પૂર્વ મુખ્યપ્રધાન સહિત આખા મંત્રીમંડળને ઘરે મોકલી દઇ ભાજપ મોવડી મંડળ એ સંદેશો આપ્યો હતો કે ભાજપમાં કોઈ કાયમ નથી. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ને કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવી દઈને મહત્વ અપાશે તેવું મનાતું હતું પરંતુ એક સમયે તેમને સાઈડ લાઈન કરી દેવાયા હતા. વિજય રૂપાણી ફરી એક વખત સંગઠનમાં મોટી જવાબદારી નિભાવશે તેવા સંકેતો થોડા સમય અગાઉ જ મળી ગયા હતા.

મહારાષ્ટ્રની ચૂંટણી પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીની પસંદગી માટે વિજય રૂપાણી અને નિર્મલા સીતારમનને જવાબદારી આપવામાં આવી હતી.ભાજપનું સંગઠન માળખું મજબૂત બનાવવા તેમને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં ભાજપનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે. ભાજપના સંગઠન પર્વમાં માત્ર ગુજરાત જ નહી રાષ્ટ્રીય સ્તરે પણ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. સંગઠન રચનાની કામગીરી દેશભરમાં ચાલી રહી છે. ત્યારે નજીકના ભવિષ્યમાં જ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. ત્યારે વિજય રૂપાણી જેવા સંગઠનના અનુભવી નેતાને માઇક્રો પ્લાનિંગ માટે નામ આદમી પાર્ટીનો ગઢ તોડવાની કામગીરી સોંપવામાં આવી છે.

ભાજપના સૂત્રો અનુસાર દિલ્હી વિધાનસભા ચૂંટણી ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ વિજય રૂપાણીને વિશેષ જવાબદારી આપીને દિલ્હીમાં ગુજરાત મોડેલથી કમળ નું નિશાન ઘરે ઘરે પહોંચાડવા બુથ લેવલની કામગીરી ની જવાબદારી સોંપાઈ છે. આટલું જ નહીં વિજય રૂપાણીની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રાજ્યસભા સાંસદ નાયક અને અમદાવાદના ધારાસભ્ય અમિત શાહને પણ જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હીમાં ભાજપને સત્તા હાંસલ થઈ રહી નથી. બીજી તરફ છેલ્લી બે ટર્મથી આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે અને બે વખત આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને હરાવી ચૂકી છે.