રાજકારણ@ગોધરા: અપક્ષના 17 કોર્પોરેટરના સમર્થનથી પાલિકામાં AIMIMનું શાસન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં મોટાભાગની પાલિકા પર કબજો જમાવનાર ભાજપને ગોધરા નગરપાલિકામાં સત્તા ગુમાવવી પડી છે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની AIMIMએ ગોધરા નગરપાલિકામાં સત્તા પર આવી એક મોટી સિદ્ધિ મેળવી છે. 44 સભ્યો ધરાવતી ગોધરા નગરપાલિકામાં AIMIMના સાત કોર્પોરેટર જીતીને આવ્યા હતા. અપક્ષ 17 કોર્પોરેટરના સમર્થનથી AIMIM ગોધરા નગરપાલિકા પર સત્તામાં આવી છે.
 
રાજકારણ@ગોધરા: અપક્ષના 17 કોર્પોરેટરના સમર્થનથી પાલિકામાં AIMIMનું શાસન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં મોટાભાગની પાલિકા પર કબજો જમાવનાર ભાજપને ગોધરા નગરપાલિકામાં સત્તા ગુમાવવી પડી છે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની AIMIMએ ગોધરા નગરપાલિકામાં સત્તા પર આવી એક મોટી સિદ્ધિ મેળવી છે. 44 સભ્યો ધરાવતી ગોધરા નગરપાલિકામાં AIMIMના સાત કોર્પોરેટર જીતીને આવ્યા હતા. અપક્ષ 17 કોર્પોરેટરના સમર્થનથી AIMIM ગોધરા નગરપાલિકા પર સત્તામાં આવી છે. અપક્ષ 17 કોર્પોરેટરમાં 5 હિન્દૂ કોર્પોરેટર પણ સામેલ છે જેમણે ઓવૈસીની પાર્ટીનું સમર્થન કર્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાંસદ ઓવૈસીની પાર્ટીએ ગુજરાતમાં પોતાની જોરદાર શરૂઆત કરી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં AIMIMના 9 કોર્પોરેટર જીતીને આવ્યા હતા જ્યારે ગોધરા તથા મોડાસા નગરપાલિકામાં AIMIMને સારૂ સમર્થન મળ્યુ છે. ગોધરા નગરપાલિકાના સભ્યોની સંખ્યા 44 છે તથા નગરપાલિકાની સત્તા મેળવવા માટે 23 કોર્પોરેટરની જરૂર હોય છે. AIMIMને અહી 24 કોર્પોરેટરનું સમર્થન મળ્યુ છે. ગોધરામાં આ પહેલા ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી પરંતુ AIMIMએ ગોધરા નગરપાલિકામાં ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે.