રાજકારણ@ગુજરાત: જંબુસરમાં કોંગ્રેસને ફટકો, 100 કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે ભાજપમાં તોડજોડની રાજનીતિ શરૂ થઇ હોય તેવી સ્થિતિ બની છે. આજે કોંગ્રેસના કાર્યકરોએ મોટી સંખ્યામાં કેસરીયો ધારણ કર્યો છે. એક તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ કોંગ્રેસીઓને ભાજપમાં એન્ટ્રી નહીં મળે એનો ઢોલ પીટે છે અને બીજી તરફ મોટી સંખ્યામાં કોંગ્રેસીઓની ચૂંટણી પહેલા આયાત કરે છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
રાજકારણ@ગુજરાત: જંબુસરમાં કોંગ્રેસને ફટકો, 100 કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે ભાજપમાં તોડજોડની રાજનીતિ શરૂ થઇ હોય તેવી સ્થિતિ બની છે. આજે કોંગ્રેસના કાર્યકરોએ મોટી સંખ્યામાં કેસરીયો ધારણ કર્યો છે. એક તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ કોંગ્રેસીઓને ભાજપમાં એન્ટ્રી નહીં મળે એનો ઢોલ પીટે છે અને બીજી તરફ મોટી સંખ્યામાં કોંગ્રેસીઓની ચૂંટણી પહેલા આયાત કરે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં ગાબડુ જોવા મળી રહ્યું છે. જંબુસર કોંગ્રેસના 100 કાર્યકરો ભાજપમાં જોડાતાં કુમાર કાનાણીએ કેસરિયો ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતુ. કુમાર કાનાણીએ પેજ સમિતિની સભાને સંબોધન કર્યું હતુ. આ સાથે રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં કકળાટ જોવા મળ્યો છે. જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્વે જિલ્લા કોંગ્રેસ મહામંત્રીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ વિઠ્ઠલભાઇ હિરપરા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયા બાદ વિઠ્ઠલ હિરપરાએ બળાપો ઠાલવ્યો હતો કે, કોંગ્રેસમાં સંગઠન કે સંકલન જેવું કંઇ નથી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મનપાની ચૂંટણી પહેલા રાજકોટમાં ભાજપ-કોંગ્રેસ આમને-સામને આવી ગયા હતા. ભાજપના નિવેદન પર કોંગ્રેસના ભાજપ પર પ્રહાર જોવા મળ્યા હતા. જેમાં અશોક ડાંગરે કહ્યું હતુ કે, સી આર પાટીલ એક તરફ કોઈ પણ કોંગ્રેસીને ભાજપમાં લેવાની ના પાડી રહ્યુ છે ત્યારે બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ કોંગ્રેસમાંથી ભાજપમાં લેવાની વાતો કરી છે. ચૂંટણી સમયે જ ભાજપને તોડજોડની નીતિ યાદ આવે છે એ સિવાય ભાજપ ખાલી સુફિયાણી વાતો વાતો કરી જાણે છે.