રાજકારણ@ગુજરાત: AAPના નેતાઓ પર હુમલા બાદ સામસામે આક્ષેપો શરૂ, જુઓ વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે ગત દિવસોએ વિસાવદરમાં આપ નેતાઓ પર હુમલાની ઘટનાને લઇ રાજ્યનું રાજકારણ ગરમાયુ છે. આપનું કહેવુ છે, તેમના પર હુમલો ભાજપના ઈશારે થયો છે. તો બીજી તરફ, ભાજપે કહ્યું કે, આમ આદમી પાર્ટી સસ્તી લોકપ્રિયતા માટે આવુ કરી રહી છે. આપના નેતા ઈસુદાન ગઢવીએ પોતાના જીવને જોખમ હોવાને
 
રાજકારણ@ગુજરાત: AAPના નેતાઓ પર હુમલા બાદ સામસામે આક્ષેપો શરૂ, જુઓ વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે ગત દિવસોએ વિસાવદરમાં આપ નેતાઓ પર હુમલાની ઘટનાને લઇ રાજ્યનું રાજકારણ ગરમાયુ છે. આપનું કહેવુ છે, તેમના પર હુમલો ભાજપના ઈશારે થયો છે. તો બીજી તરફ, ભાજપે કહ્યું કે, આમ આદમી પાર્ટી સસ્તી લોકપ્રિયતા માટે આવુ કરી રહી છે. આપના નેતા ઈસુદાન ગઢવીએ પોતાના જીવને જોખમ હોવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આક્ષેપો કર્યા કે, મને મારી નાંખવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ભાજપના લોકો તેમને મારવા માટે ષડયંત્ર કરી રહ્યાં છે. ભાજપના ગુંડાઓથી તેમને જીવનું જોખમ છે. મારા પર હુમલાનો પ્રયાસ કરાયો છે. મારી અપીલ છે કે, તમારા કાકાઓને કારણે તમે બદનામ ન થાઓ. ગૃહમંત્રીને વિનંતી છે કે મારા જીવની જવાબદારી તમારી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આપના દાવા પર ભાજપે પલટવાર કર્યો છે. ભાજપના નેતા ભરત ડાંગરે કહ્યું કે, સસ્તી પ્રસિદ્ધિ કરી લોકોની સહાનુભૂતિ માટે આપ દ્વારા ખોટા આરોપો મૂકી રહ્યું છે. લોકોની સહાનુભૂતિ મેળવવાનો આ પ્રયાસ છે. જૂનાગઢની ઘટના તમારા નેતાઓના વાહિયાત વિદ્રોહને કારણે બની છે. લાજવાને બદલે તમે ગાજવાનુ કામ કર્યુ છે. તમારી પાર્ટીએ મનોમથન કરવાની જરૂર છે.