રાજકારણ@ગુજરાત: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો આજે કમલમ ખાતે BJPમાં જોડાશે

અટલ સમાચાર,ડેસ્ક રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસનો હાથ છોડી બગાવત કરનારા 8 ધારાસભ્યો પૈકીના પાંચ પૂર્વ કૉંગ્રેસી ધારાસભ્યો આજે કેસરિયા કરશે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. આજે ભાજપની વડી કચેરી કમલમ ખાતે યોજાનારા પ્રવેશઉત્સવમાં અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં કૉંગ્રેસના 8 પૈકીના 5 પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે. આ યાદીમાં કૉંગ્રેસના જે પૂર્વ ધારાસભ્યના નામ આવી
 
રાજકારણ@ગુજરાત: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો આજે કમલમ ખાતે BJPમાં જોડાશે

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસનો હાથ છોડી બગાવત કરનારા 8 ધારાસભ્યો પૈકીના પાંચ પૂર્વ કૉંગ્રેસી ધારાસભ્યો આજે કેસરિયા કરશે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. આજે ભાજપની વડી કચેરી કમલમ ખાતે યોજાનારા પ્રવેશઉત્સવમાં અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં કૉંગ્રેસના 8 પૈકીના 5 પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે. આ યાદીમાં કૉંગ્રેસના જે પૂર્વ ધારાસભ્યના નામ આવી રહ્યા છે તે મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ધારીના પૂર્વ ધારાસભ્ય જે.વી. કાકડિયા, કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરી, કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ, અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહના નામ સામે આવી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયાએ જણાવ્યું કે હું આજે કમલમમાં જવાનો છું. હું મારા મતવિસ્તારોના તમામ કામ પૂર્ણ કરવા માટે વિશ્વાસ આપું છું. મારી સાથે 8 ધારાસભ્યો જેમણે પદ છોડ્યું છે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. હું ભાજપમાં જોડાઈને મારા વિસ્તારના જે કામ અધૂરા છે તે પૂર્ણ કરીશ. આજે જે પૂર્વ ધારાસભ્યોના નામ નથી આવ્યા તેમાં લીંબડીના સોમા ગાંડા પટેલ, ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મારૂં, ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતનું નામ હજુ પ્રવેશોત્સવમાં સામે આવ્યું નથી. ભારતીય જનતા પાર્ટી આ ધારાસભ્યોને પેટાચૂંટણીમાં ટિકિટ આપશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે.