રાજકારણ@ગુજરાત: આવતીકાલે ભાજપની મહત્વની બેઠક, તમામ ધારાસભ્યોને હાજર રહેવા આદેશ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે હવે આવતીકાલે એટલે કે, 15મી જૂને ભાજપના ધારાસભ્યોને બેઠક મળનાર છે. જેમાં સરકારી યોજનાઓનો પ્રસાર પ્રસાર કેવી રીતે કરવો, સરકાર અને સંગઠન મળીને સાથે કામ કરવા સંબધિત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવનાર છે. આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઈને તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે તો તરફ ભારતીય
 
રાજકારણ@ગુજરાત: આવતીકાલે ભાજપની મહત્વની બેઠક, તમામ ધારાસભ્યોને હાજર રહેવા આદેશ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે હવે આવતીકાલે એટલે કે, 15મી જૂને ભાજપના ધારાસભ્યોને બેઠક મળનાર છે. જેમાં સરકારી યોજનાઓનો પ્રસાર પ્રસાર કેવી રીતે કરવો, સરકાર અને સંગઠન મળીને સાથે કામ કરવા સંબધિત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવનાર છે. આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઈને તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે તો તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ તાબડતોડ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભાજપ પ્રદેશ પ્રભારી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેમણે ભાજપના સંગઠનના મોટા નેતાઓ સાથે બેઠકો યોજી હતી. તે બાદ ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારો થવાની શક્યાતાએ જોર પકડ્યું હતું. સંગઠન નેતાઓથી લઈને રાજ્યમાં કેબીનેટ મંત્રીઓમાં પણ ફેરફારો થવાના એંધાણ વર્તાઈ રહ્યા હતા. પરતું ત્રણ દિવસ ચાલનારી આ બેઠકમાં બીજા દિવસે દિલ્લીથી તેડું ગયું હતું જેને લઈને અનેક ચર્ચાઓ અને અટકળો વહેતી થઈ હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આવતીકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળનારી છે. જેમાં ભાજપના ધારાસભ્યો તમામ ધારાસભ્યોને હાજર રહેવાનું ફરમાન કર્યું છે. આ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેવાના છે. 2022ની તૈયારીઓના ભાગ રૂપે આ બેઠક મહત્વનું માનવામાં આવે છે. કોરોનાની બીજી લહેરમાં લોકોમા સરકાર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો જેને લઈ સરકારની છબી ખરડાઈ હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનાર બેઠકમાં સરકારની અને ભાજપની છબી સુધારવા લોકો સામે કેવા મુદ્દાઓ લઈને જઈ શકાય તે વિશેની ચર્ચાઓ કરવામાં આવનાર છે. ધારાસભ્યોને કયા ક્યા મુદ્દાઓ સાથે લોકો સમક્ષ જવું તેમજ સરકારી યોજનાઓનો પ્રસાર પ્રસાર કેવી રીતે કરવો, સરકાર અને સંગઠન મળીને સાથે કામ કરવા સંબધિત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવનાર છે.