રાજકારણ@ગુજરાત: નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કાલે 2:30 વાગે શપથ ગ્રહણ કરશે: સૂત્ર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યના રાજકારણમાં ગઈકાલે સર્જાયેલા રાજકીય ખળભળાટ બાદ આજે નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ ની પસંદગી કરાઈ છે. ગુજરાતના નવા નાથ તરીકે જાહેર થયેલા ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ સોમવારે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. નવા મંત્રીમંડળમાં નવા અને યુવા ચહેરાઓને સ્થાન મળે તેવી પુરેપુરી સંભાવના છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
રાજકારણ@ગુજરાત: નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કાલે 2:30 વાગે શપથ ગ્રહણ કરશે: સૂત્ર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના રાજકારણમાં ગઈકાલે સર્જાયેલા રાજકીય ખળભળાટ બાદ આજે નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ ની પસંદગી કરાઈ છે. ગુજરાતના નવા નાથ તરીકે જાહેર થયેલા ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ સોમવારે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. નવા મંત્રીમંડળમાં નવા અને યુવા ચહેરાઓને સ્થાન મળે તેવી પુરેપુરી સંભાવના છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આજે યોજાયેલી ધારાસભ્ય દળની મીટીંગમાં ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થતાંની સાથે જ તેઓને મુખ્યમંત્રી વિજય રૂપાણી. સી.આર. પાટીલ સહિત ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો ઉપરાંત ભૂપેન્દ્ર યાદવ, સહિત મંત્રીમંડળના સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ ભાજપના આગેવાનો સાથે સાંજે 6 વાગ્યે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતને મળીને નવા મંત્રીમંડળની રચના કરવાની રજૂઆત કરી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાતના મંત્રીમંડળમાં ઘણાં સીનીયર મંત્રીઓ છે. તેની સરખામણીમાં ગુજરાતના નાથ બનેલા ભૂપેન્દ્ર પટેલની ઉંમર અને ભાજપમાં સીનીયોરીટી ઓછી છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ સીનીયર નેતાઓ ભૂપેન્દ્રભાઇના નેજા હેઠળ કામ કરશે કે પછી તેમની નવા મંત્રીમંડળમાંથી બાદબાકી કરવામાં આવશે.