રાજકારણ@ગુજરાત: સરકારમાં રાજકીય ફેરબદલ બાદ પ્રથમવાર RSSના વડા સુરતની મુલાકાતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે રાજ્યની રાજનીતિમાં મોટા ફેરફારો થયા બાદ હવે RSSના સંઘચાલક મોહન ભાગવત ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે છે. વિગતો મુજબ મોહન ભાગવત બે દિવસ સુરતમાં રોકાણ કરવાના છે, ગુજરાતના રાજકારણમાં ધરખમ ફેરફાર થયા બાદ તેઓની આ પ્રથમ ગુજરાત મુલાકાતે છે ત્યારે સુરત શહેર ભાજપના આગેવાનો મોહન ભાગવતની મુલાકાત લે
 
રાજકારણ@ગુજરાત: સરકારમાં રાજકીય ફેરબદલ બાદ પ્રથમવાર RSSના વડા સુરતની મુલાકાતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે રાજ્યની રાજનીતિમાં મોટા ફેરફારો થયા બાદ હવે RSSના સંઘચાલક મોહન ભાગવત ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે છે. વિગતો મુજબ મોહન ભાગવત બે દિવસ સુરતમાં રોકાણ કરવાના છે, ગુજરાતના રાજકારણમાં ધરખમ ફેરફાર થયા બાદ તેઓની આ પ્રથમ ગુજરાત મુલાકાતે છે ત્યારે સુરત શહેર ભાજપના આગેવાનો મોહન ભાગવતની મુલાકાત લે તેવું મનાઈ રહ્યું છે. મોહન ભાગવત સુરતમાં પ્રબુદ્ધ નાગરિક ગોષ્ટીમાં સંબોધન કરશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતને રાજકીય પ્રયોગશાળા તરીકે પણ ઓળખાય છે ત્યારે ગુજરાતની રાજનીતિમાં થયેલા ફેરફાર બાદ ભાગવતની આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, જેને પગલે ભાજપે સંગઠનમાં મોટા પાયે ફેરફારો કર્યા છે. ગુજરાતના રાજકારણમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાથી લઈને મુખ્યમંત્રી સુધીના ફેરફારો બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવેલા મોહન ભાગવતની આ મુલાકાત મહત્વની માનવમાં આવી રહી છે. આ પહેલા બમોહન ભાગવત ગત જાન્યુઆરીમાં પણ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ મુલાકાત દરમ્યાન મોહન ભાગવતે સ્વામિનારાયણ ગુરૂકુળની મુલાકાત લીધી હતી. તેમજ સૌરાષ્ટ્રના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી.