રાજકારણ@ગુજરાત: કામની તો વાત દૂર રહી નીતિનભાઇ સામે પણ જોતા ન હતા: નારણ કાછડીયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક તાજેતરમાં નીતિન પટેલે એક જાહેર સભામાં વિભીષણ હોય ત્યાં મંથરા પણ હોય તેવું નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ અમરેલીના બીજેપીના જ સાંસદ નારણ કાછડિયાએ નીતિન પટેલ પર શાબ્દિક બાણ છોડ્યા છે. એટલે કે, બીજેપીના જ બે નેતા વચ્ચે આરોપ પ્રત્યારોપ શરૂ થયા છે. ભાજપના જ બે નેતાનો કકળાટ હવે
 
રાજકારણ@ગુજરાત: કામની તો વાત દૂર રહી નીતિનભાઇ સામે પણ જોતા ન હતા: નારણ કાછડીયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

તાજેતરમાં નીતિન પટેલે એક જાહેર સભામાં વિભીષણ હોય ત્યાં મંથરા પણ હોય તેવું નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ અમરેલીના બીજેપીના જ સાંસદ નારણ કાછડિયાએ નીતિન પટેલ પર શાબ્દિક બાણ છોડ્યા છે. એટલે કે, બીજેપીના જ બે નેતા વચ્ચે આરોપ પ્રત્યારોપ શરૂ થયા છે. ભાજપના જ બે નેતાનો કકળાટ હવે સોશિયલ મીડિયા થકી બહાર આવી ગયો છે. નારણ કાછડિયાએ સોશિયલ મીડિયા પર નીતિન પટેલ વિશે લખ્યું છે કે, “ગાંધીનગર જઈએ ત્યારે તેઓ સામે પણ જોતા ન હતા. હવે ખબર પડી.”

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ મામલે પ્રતિક્રિયા આપતા બીજેપી સાંસદે જણાવ્યું હતું કે, “હું નીતિનભાઈને કહેવા માંગું છું કે ગુજરાતમાં એવા કેટલાય ધારાસભ્યો છે જેમણે ત્રણ-ચાર ટર્મ સુધી ચૂંટાઈને કામ કર્યું છે. આવા લોકોને હાઇકમાન્ડે તક આપી છે તો તમારે તેનો સહજ સ્વીકાર કરવો જોઈએ.” જ્યારે સાંસદને પૂછવામાં આવ્યું કે, તમે સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી છે તો તમને કોઈ ખરાબ અનુભવ થયો છે? તેના જવાબમાં સાંસદે જણાવ્યું હતું કે, મને નહીં પરંતુ ઘણા કાર્યકર્તાઓને થયો છે. કાર્યકર્તાઓને સાઇડલાઇન કરવા નકારી દેવા તેમના સ્વભાવમાં હતું. ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા જ મહાન હોય છે. લાંબા સમય સુધી પાર્ટી અને વિસ્તારમાં કોઈ ટકી જતું હોય તો સમજી લેવું કે કાર્યકર્તા સાથે તેમનો લગાવ અને વ્યવહાર સતત સારો રહ્યો છે.

સાંસદે જણાવ્યું હતું કે, “નીતિનભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીને સીનિયર આગેવાન છે. ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી ત્યારેથી તેઓ સરકારમાં રહી ચૂક્યા છે. તેમણે ટીવી ઇન્ટરવ્યૂમાં તાજેતરમાં એવું કહ્યું કે રામયણની અંદર મંથરાનું પણ પાત્ર હોય અને વિભીષણનું પણ પાત્ર હોય. હું નીતિનભાઈને પૂછવા માંગીશ કે પાર્ટીની અંદર વિભીષણ કોણ અને મંથરા કોણ? તેમણે ખરેખર ખુલાસો કરવો જોઈએ. પાર્ટીએ નો રીપિટ થિયરીનો નિર્ણય કર્યો છે તે સાચો છે. પાર્ટીમાં 25 વર્ષથી વધુ સમય સુધી કામ કરી ચૂકેલા નીતિનભાઈએ એવું નિવેદન કરવું જોઈએ કે હવે હું પાર્ટીની બીજી કેડર તૈયાર કરવામાં મદદ કરીશ. મને લાગ્યું કે નીતિનભાઈ પટેલની નજર કહીં પે અને નિશાના કહી પે છે. એટલે કે કહેવા કંઈક માંગે છે અને કહે છે કંઈક.”

નોંધનિય છે કે, મહેસાણા ખાતે કાર્યકરોને સંબોધતા નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, “જ્યાં રામયણ હોય ત્યાં પછી પેલી મંથરાઓ હોય જ. રામાયણ હોય ત્યાં વિભીષણ પણ હોય છે. અદેખા લોકો હોય. ખોટો લોકો હોય. તેમને જિલ્લા, રાજ્ય અને દેશનું હિત ન દેખાતું હોય. તેમને એવું થતું હોય કે હાશ નીતિન પટેલ ગયા. વિજય રૂપાણી ગયા. ભૂપેન્દ્ર પટેલ ગયા. પ્રદીપસિંહ ગયા. બહું રેડ પડાવતા હતા.” આ મુદ્દે ચગ્યા બાદ નીતિન પટેલે ખુલાસો પણ કર્યો હતો. આ મામલે નીતિન પટેલે જણાવ્યું હતું કે, “મહેસાણા જિલ્લાની 99.99% જનતાને હું મંત્રી નથી તેનું દુ:ખ છે. ફક્ત 0.1% એવા લોકો હોય જેમને મારા તરફ ઇર્ષા હોય અથવા તેઓ કદાચ કદાચ મારી ટીકા કરતા હોય. અથવા હું મંત્રી નથી તેનો છૂપો આનંદ લેતા હોય. એટલું મેં ઉદાહરણ તરીકે કહ્યું હતું કે, આ આજનું નથી. રામાયણ સમયમાં પણ વિભીષણ હતા જેમણે ભગવાન રામને મદદ કરી હતી અને મંથરા પણ હતી જેણે રાજા દશરથની કાન ભંભેરણી કરીને આખું પ્રકારણમાં ઉભું કર્યું. જાહેર જીવનમાં આવું ચાલ્યા કરે છે.”