રાજનીતિ@ગુજરાત: કોંગ્રેસમાં હાર્દિકનો દબદબો થતાં જૂનાજોગી ભારે મંથનમાં

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે હાર્દિક પટેલની વરણી કરાઇ ત્યારથી જૂનાજોગીઓ નેતાઓ ભારે મંથનમાં છે. આ તરફ હવે નારાજ દિગ્ગજોને મનાવવા કોંગ્રેસ આગામી પેટાચૂંટણીમાં ટીકીટ આપી શકે છે. હાલમાં હાઇકમાન્ડ દ્વારા હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવામાં આવતાં દિગ્ગજ નેતાઓ નારાજ થયા હોવાને લઇને ચર્ચા થઇ રહી હોવાનું સામે આવ્યું હતું. અટલ સમાચાર
 
રાજનીતિ@ગુજરાત: કોંગ્રેસમાં હાર્દિકનો દબદબો થતાં જૂનાજોગી ભારે મંથનમાં

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે હાર્દિક પટેલની વરણી કરાઇ ત્યારથી જૂનાજોગીઓ નેતાઓ ભારે મંથનમાં છે. આ તરફ હવે નારાજ દિગ્ગજોને મનાવવા કોંગ્રેસ આગામી પેટાચૂંટણીમાં ટીકીટ આપી શકે છે. હાલમાં હાઇકમાન્ડ દ્વારા હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવામાં આવતાં દિગ્ગજ નેતાઓ નારાજ થયા હોવાને લઇને ચર્ચા થઇ રહી હોવાનું સામે આવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ગુજરાતમાં આગામી પેટાચૂંટણી પહેલા પ્રદેશમાં કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલને અધ્યક્ષ બનાવામાં આવતા પ્રદેશ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો હતો. જો કે હવે આંતરિક વિખવાદને ડામવા માટે રાજ્યમાં આગામી પેટાચૂંટણી સિનિયર નેતાઓને ટિકીટ આપવામાં આવે તેવી અટકળોએ વેગ પકડયો છે. આમ આગામી પેટાચૂંટણીઓમાં સિનિયર નેતાઓને ઉતારી નારાજગી દૂર કરાશે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ દ્વારા આગામી પેટાચૂંટણીમાં સિદ્ધાર્થ પટેલ અને અર્જૂન મોઢવાડિયાને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા છે. જેમાં કરજણ બેઠક પરથી સિદ્ધાર્થ પટેલને જ્યારે અબડાસાથી અર્જૂન મોઢવાડિયાને ટિકિટ આપવામાં આવે તેવી સંભાવના છે. જો કે બીજી તરફ રાજ્યમાં ભાજપ દ્વારા આગામી પેટાચૂંટણીની તમામ બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસમાંથી એક વર્ગ એવું માની રહ્યો છે કે, આગામી પેટાચૂંટણીની બે ત્રણ બેઠકો પર દિગ્ગજ નેતાઓને ઉતારવામાં આવે તો આ બેઠકો પર વિજય મેળવી શકાય છે.