જંગ@ઇડરઃ ભાજપના બે જૂથ વચ્ચે પાલિકા પ્રમુખ પદ માટે ખેંચતાણ, ત્રીજો ફાવી શકે

અટલ સમાચાર,ઇડર સાબરકાંઠા જિલ્લાની ઇડર નગરપાલિકામાં પ્રમુખ પદને લઇ રાજકારણ ગરમાયુ છે. ભાજપના બે જુથો દ્વારા પ્રમુખપદ માટે ખેચમતાણ જોવા મળી રહી છે. પ્રમુખનો તાજ કયા જુથના શીરે રહેશે તેની ચર્ચા જિલ્લાના રાજકારણમાં થઇ રહી છે. ત્યારે બે કોર્પોરેટરની લડાઇમાં ત્રીજાને ફાયદો થશે તેવું પણ લાગી રહ્યુ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
જંગ@ઇડરઃ ભાજપના બે જૂથ વચ્ચે પાલિકા પ્રમુખ પદ માટે ખેંચતાણ, ત્રીજો ફાવી શકે

અટલ સમાચાર,ઇડર

સાબરકાંઠા જિલ્લાની ઇડર નગરપાલિકામાં પ્રમુખ પદને લઇ રાજકારણ ગરમાયુ છે. ભાજપના બે જુથો દ્વારા પ્રમુખપદ માટે ખેચમતાણ જોવા મળી રહી છે. પ્રમુખનો તાજ કયા જુથના શીરે રહેશે તેની ચર્ચા જિલ્લાના રાજકારણમાં થઇ રહી છે. ત્યારે બે  કોર્પોરેટરની લડાઇમાં ત્રીજાને ફાયદો થશે તેવું પણ લાગી રહ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જિલ્લાની ઇડર નગર પાલિકામાં પ્રથમ પ્રમુખ જસવંત કુમારી વાઘેલાની ટર્મ પૂરી થતો નવા પ્રમુખ માટે હોડ લાગી છે. આગામી 24મી તારીખે પ્રમુખ પદની ચુંટણી યોજાનાર છે. રાજકીય જાણકારોનું માનીએ તો ઇડર પાલિકાના બે દિગ્ગજ કોર્પોરેટર જયસિંહ તવર તેમજ પીકેશ શાહ વચ્ચે હોડ જામી છે.એક જૂથની નારાજગી બળવાના એંધાણ સર્જી શકે છે. જેને લઇને પાર્ટીના હોદ્દેદારો મુંજવણમા મૂકાયા છે કોઈ એક જૂથની નારાજગી ભાજપને ભારે પડી શકે તેમ છે.

બે દીગ્ગજોની લડાઈમાં પાર્ટી નવા ત્રીજો ઉમેદવાર પર પ્રમુખનો તાજ પહેરાવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. બે દિગ્ગજ ઉમેદવારોની લડાઈમાં ત્રીજા નવ યુવાન કોર્પોરેટર કુણાલ કંસરાએ પોતાના સમર્થકો સાથે ગાંધીનગર ની દોડ લગાવી છે. હવે પાર્ટી કોને પ્રમુખ નો તાજ પહેરાવે છે તે મુદ્દે સાબરકાંઠા જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે.