રાજકારણ@મોરબી: ભાજપના 16 સભ્યોએ રાજીનામું આપતાં આ નગરપાલિકામાં અપક્ષનું શાસન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક વાંકાનેર નગર પાલિકામાં 24 બેઠકો સાથે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. આજે વાંકાનેર પાલિકામાં પ્રમુખ પદને લઈને ભાજપમાં ખેંચતાણ સર્જાતા 16 સભ્યોએ બળવો પોકારીને પોતાનું રાજીનામું આપી દીધુ હતુ. આ બળવાખોર સભ્યોએ પાર્ટીના આદેશને અવગણીને અપક્ષ તરીકે મતદાન કર્યું હતું. જેના કારણે પાલિકામાં પ્રમુખ-ઉપ
 
રાજકારણ@મોરબી: ભાજપના 16 સભ્યોએ રાજીનામું આપતાં આ નગરપાલિકામાં અપક્ષનું શાસન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વાંકાનેર નગર પાલિકામાં 24 બેઠકો સાથે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. આજે વાંકાનેર પાલિકામાં પ્રમુખ પદને લઈને ભાજપમાં ખેંચતાણ સર્જાતા 16 સભ્યોએ બળવો પોકારીને પોતાનું રાજીનામું આપી દીધુ હતુ. આ બળવાખોર સભ્યોએ પાર્ટીના આદેશને અવગણીને અપક્ષ તરીકે મતદાન કર્યું હતું. જેના કારણે પાલિકામાં પ્રમુખ-ઉપ પ્રમુખનુ પદ અપક્ષના ફાળે ગયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મોરબી જીલ્લાની વાંકાનેર નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપે સત્તા ગુમાવી છે. આજે હોદ્દેદારોની ટણી સમયે ભાજપના સત્તાવાર ઉમેદવારોને ફક્ત 10 મત મળ્યા હતા. જયારે 15 મત મળતા બળવાખોર જૂથના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યા હતા. આ સાથે જ પ્રમુખ તરીકે જયશ્રીબેન સેજપાલ અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાની વરણી થઈ છે. આમ 15 સભ્યોની બહુમતીથી વાંકાનેર પાલિકા પર અપક્ષનો કબ્જો થયો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વાંકાનેર નગરપાલિકાના 7 વોર્ડની કુલ 28 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં 24 બેઠક ઉપર ભાજપ અને 4 બેઠક ઉપર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યા હતા. આમ સ્પષ્ટ બહુમતી મળતા ભાજપ સતા હાંસલ કરે તેમ જણાતું હતું. જો કે બહુમતીથી ચૂંટાયેલ સભ્યોએ પ્રમુખ તરીકે જયશ્રીબેન સેજપાલ અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાનું નામ મવડી મંડળ અને જિલ્લા ભાજપને સૂચવ્યું હતું. આ તરફ આંતરિક ખેંચતાણમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા પ્રમુખ તરીકે રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે જયશ્રીબેન ભરતભાઈ સુરેલાનો મેન્ડેટ આપતા ભાજપમાં ભડકો થયો હતો.