પોરબંદરઃ ગમખ્વાર અકસ્માતમાં ASIનું મોત, એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, ડેસ્ક પોરબંદરમાં મોડી રાતે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં પોરબંદરની કમલાબાગ પોલીસના બે પોલીસ કર્મીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પુરપાટે દોડી આવી રહેલી જીપ કમ્પાસ કારે સર્કલ નજીક ઓટોને ટક્કર મારી હતી જેમાં નાઇટ કોમ્બિંગમાં ફરજ બજાવી રહેલા બે પોલીસકર્મીઓને અતિગંભીર ઇજા પહોંચી હતી. આ ઇજાગ્રસ્ત પૈકીના એ.એસ.આઈને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવાની નોબત
 
પોરબંદરઃ ગમખ્વાર અકસ્માતમાં ASIનું મોત, એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, ડેસ્ક

પોરબંદરમાં મોડી રાતે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં પોરબંદરની કમલાબાગ પોલીસના બે પોલીસ કર્મીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પુરપાટે દોડી આવી રહેલી જીપ કમ્પાસ કારે સર્કલ નજીક ઓટોને ટક્કર મારી હતી જેમાં નાઇટ કોમ્બિંગમાં ફરજ બજાવી રહેલા બે પોલીસકર્મીઓને અતિગંભીર ઇજા પહોંચી હતી. આ ઇજાગ્રસ્ત પૈકીના એ.એસ.આઈને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવાની નોબત આવી હતી. દરમિયાન રાજકોટ સારવાર માટે લઈ જવાઈ રહેલા ASIનું રસ્તામાં મોત થયું હતું. ઘટનાના પગલે પોલીસબેડામાં હાહાકાર મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પોરબંદર શહેર પોલીસની હદમાં આવેલી વીરભનુની ખાંભી નજીક મોડી રાતે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. અહીંયા એક જીપ કમ્પાસ કાર પુરપાટે આવી રહી હતી જે સર્કલ નજીક ઓટો સાથે અથડાઈ હતી. દરમિયાન આ સર્કલ પર બે પોલીસકર્મી ફરજ બજાવી રહ્યા હતા. કારની ટક્કરમાં આ બંને પોલીસકર્મીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

પુરપાટે દોડી આવતી બેફામ જીપ કમ્પાસની ટક્કર એટલી ગંભીર હતી કે સર્કલ પણ બુકડો બોલી ગયું હતું તેવામાં ASI ગોવિંદભાઇ ગરચર અને જવાન મહેશ ઓડેદરા ફરજ પર હાજર હતા. બંને પોલીસકર્મીઓ નાઇટ કોમ્બિંગ કરી રહ્યા હતા તેવામાં તેમને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.

દરમિયાન ASI ગરચરને વધુ ગંભીર ઇજાઓ થઈ હતી તેથી તેમને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાની ફરજ પડે તેમ હતી આથી ગરચરને રાજકોટ લઈ જવાઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ઉપલેટા નજીક તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં કાર ચલાવી રહેલો કાર ચાલક દારૂં પીધેલી હાલતમાં હોવાની આશંકા છે. મોડી રાતે થયેલા આ અકસ્માત બાદ એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.