પોરબંદર: ભારતીય જળસીમામાં બોટ પર પાકીસ્તાનની મરીન એજન્સીનું ફાયરિંગ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે વધુ એકવાર પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે. ભારતીય જળસીમામાં ઘુસી માછીમારો ઉપર ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. પોરબંદર દરિયામાં મધરાતે આંતરરાષ્ટ્રીય જળ સીમાએ પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. દરિયાઇ વિસ્તારમાં પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા આ નાપાક હરકત કરવામાં આવી હતી. જેમાં એક ખલાસીને ગોળી વાગી હોવાની
 
પોરબંદર: ભારતીય જળસીમામાં બોટ પર પાકીસ્તાનની મરીન એજન્સીનું ફાયરિંગ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે વધુ એકવાર પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે. ભારતીય જળસીમામાં ઘુસી માછીમારો ઉપર ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. પોરબંદર દરિયામાં મધરાતે આંતરરાષ્ટ્રીય જળ સીમાએ પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. દરિયાઇ વિસ્તારમાં પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા આ નાપાક હરકત કરવામાં આવી હતી. જેમાં એક ખલાસીને ગોળી વાગી હોવાની વિગતો સામે આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પોરબંદરના દરીયામાં માછીમારીની સિઝન તાજેતરમાં શરૂ થઈ હોવાથી માછીમારો હાલ દરિયામાં માછીમારી કરી રહ્યાં છે. પોરબંદરની એક માછીમાર બોટ દરિયામાં માછીમારી કરી રહી હતી. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીના જવાનો ભારતીય સીમામાં ઘુસી આવ્યાં હતા. બીજી તરફ ભારતીય માછીમારો કંઈ પણ સમજે તે પહેલા જ પાકિસ્તાન સિક્યુરીટી એજન્સીના જવાનોએ બોટ ઉપર ગોળીબાર કર્યો હતો. જેમાં એક ખલાસી ઘાયલ થયો હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા કરવામાં આવેલા ગોળીબારની ઘટનાને પગલે માછીમારો અને તેમના પરિવારજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આ પહેલા પણ પાકિસ્તાન દ્વારા ફાયરિંગ તેમજ અપરહણની ઘટનાને અંજામ આપી ચૂક્યા છે. અનેકવાર ભારતીય માછીમારોને પકડીને બંધક બનાવી વર્ષો સુધી જેલમાં બંધ કરી દેવામાં આવે છે. પાકિસ્તાની મરીન એજન્સીના જવાનો ભારતીય સીમામાં ઘૂસીને પણ માછીમારોને પકડતા હતા. તેઓ માછીમારોને બંધક બનાવીને વર્ષો સુધી પાકિસ્તાનની જેલમાં રાખે છે.