ટપાલ@વાવ: ટીકટોકથી યુવાનોને ગંભીર અસરનું કહી પ્રતિબંધની માંગ કરી

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર) ટીકટોક નામની એપ્લિકેશન દ્વારા મનોરંજન અને માહિતી ચરમસીમાએ પહોંચી છે. જેમાં હવે નારાજગી દર્શાવી પ્રતિબંધ મૂકવા રજૂઆત થઈ છે. યુવા અને બાળકો ઉપર ગંભીર અસર થતી હોવાની વાત કરી વાવ તાલુકાના સ્થાનિકે એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મૂકવા મુખ્યમંત્રીને રજૂઆત કરી દીધી છે. જેનાથી તેના તરફેણ અને સમર્થનમાં દલીલોને અચાનક મેદાન મળી
 
ટપાલ@વાવ: ટીકટોકથી યુવાનોને ગંભીર અસરનું કહી પ્રતિબંધની માંગ કરી

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)

ટીકટોક નામની એપ્લિકેશન દ્વારા મનોરંજન અને માહિતી ચરમસીમાએ પહોંચી છે. જેમાં હવે નારાજગી દર્શાવી પ્રતિબંધ મૂકવા રજૂઆત થઈ છે. યુવા અને બાળકો ઉપર ગંભીર અસર થતી હોવાની વાત કરી વાવ તાલુકાના સ્થાનિકે એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મૂકવા મુખ્યમંત્રીને રજૂઆત કરી દીધી છે. જેનાથી તેના તરફેણ અને સમર્થનમાં દલીલોને અચાનક મેદાન મળી ગયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બિયોક ગામનાં બાબુભાઇ પોપટજી ઠાકોરે એક અલગ જ પ્રકારની રજૂઆત કરી છે. માહિતી અને મનોરંજનના વિસ્ફોટક સમયમાં ટીકટોક સહિતની એપ્લીકેશનનું ઘેલું છે. જેમાં ટીકટોકથી બાળકો અને યુવાનો ઉપર ગંભીર અસર થતી હોવાની દલીલ આપી છે. આથી ગુજરાત રાજ્યમાં પ્રતિબંધ મૂકવા મુખ્યમંત્રી સહિતનાએ ટપાલ લખી રજૂઆત કરી છે. ઠાકોર બાબુજીએ યુવાનો વતી રજૂઆત કરી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. સાદી ટપાલના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે.

ટપાલ@વાવ: ટીકટોકથી યુવાનોને ગંભીર અસરનું કહી પ્રતિબંધની માંગ કરી

સૂત્રોએ જણાવ્યું હતું કે, ટીકટોક એપ્લિકેશનનો ટૂંકા વિડીયો બનાવી શેર કરવા ખૂબ ઉપયોગ થાય છે. જેમાં ઘણીવાર હાસ્યાસ્પદ સ્થિતિ ઉભી કરવા, ટિખળ કરવા વિડીયો બનાવી વાયરલ કરાય છે. જેમાં ખાસ કરીને સંસ્કૃતિની દ્રષ્ટિએ ચિંતાજનક સ્થિતિ હોવાનો આધાર લઈ રજૂઆત કરવામાં આવી છે.