પ્રતિભા@સિધ્ધપુર: સમયનો સદ્ઉપયોગ આ યુવાન પાસેથી શીખો: પ્રશ્નોતરી સ્પર્ધામાં ઈ-પ્રમાણપત્રોની સદી ફટકારી

અટલ સમાચાર, મહેસાણા (મનોજ બી. ઠાકોર) કેરલમાં સગર્ભા હાથીને ફળમાં ફટાકટા ખવડાવી અમાનવીય કૃત્ય સામે આવ્યુ હતું. અને માતા તથા બચ્ચુ બંનેના કરૂણ મોત થયા હતા. જેની દેશભરમાં માનવતાવાદી પશુ પ્રેમીઓએ ભારોભાર દુઃખ વ્યક્ત કરી વખોડી કાઢી હતી. આવા પ્રકારના લોકો સમયને અવગણી કુબુદ્ધિ તરફ વળી આવી આઘાતજનક ઘટનાઓને અંજામ આપે છે. પછી જીવનભર પસ્તાવા
 
પ્રતિભા@સિધ્ધપુર: સમયનો સદ્ઉપયોગ આ યુવાન પાસેથી શીખો: પ્રશ્નોતરી સ્પર્ધામાં ઈ-પ્રમાણપત્રોની સદી ફટકારી

અટલ સમાચાર, મહેસાણા (મનોજ બી. ઠાકોર)

કેરલમાં સગર્ભા હાથીને ફળમાં ફટાકટા ખવડાવી અમાનવીય કૃત્ય સામે આવ્યુ હતું. અને માતા તથા બચ્ચુ બંનેના કરૂણ મોત થયા હતા. જેની દેશભરમાં માનવતાવાદી પશુ પ્રેમીઓએ ભારોભાર દુઃખ વ્યક્ત કરી વખોડી કાઢી હતી. આવા પ્રકારના લોકો સમયને અવગણી કુબુદ્ધિ તરફ વળી આવી આઘાતજનક ઘટનાઓને અંજામ આપે છે. પછી જીવનભર પસ્તાવા સિવાય કંઈ રહેતુ નથી. એટલે જ આપણી તળપદી કહેવત છે કે ”નવરા નખ્ખોદ વાળે”. એટલે ક્યારેક સમયનો સદઉપયોગ જાણતો વ્યક્તિ મસ્ત જીવન જીવી જાણે છે.

પ્રતિભા@સિધ્ધપુર: સમયનો સદ્ઉપયોગ આ યુવાન પાસેથી શીખો: પ્રશ્નોતરી સ્પર્ધામાં ઈ-પ્રમાણપત્રોની સદી ફટકારી

આવું જ કંઈક પાટણ જિલ્લાના સિધ્ધપુર શહેરમાં રહેતા મલ્લિકાર્જુન ચેતનરાજ પબુવંશી નામના 25 વર્ષીય યુવાને કરી બતાવ્યું છે. લોકડાઉનના મુશ્કેલ સમયમાં વિસનગરની S.S.T. કોલેજના આ વિદ્યાર્થીએ ભારતના ખ્યાતનામ સંસ્થાઓ, કલકત્તા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, સહિત 18 રાજ્યો, દેશના વિશિષ્ઠ મહત્વના ગણાતા આયુષ અને માયગાવ, પ્રયટન અને માયગાવ જેવા મંત્રાલયો તેમજ નામચીન સંસ્થાઓ દ્વારા લોકડાઉન સમયમાં ઓનલાઇન ક્વીઝ સ્પર્ધા યોજાઇ હતી. મલ્લિકાર્જુને રાષ્ટ્રીયસ્તરની વિવિધ પ્રશ્નોત્તરી સ્પર્ધામાં 6 દિવસમાં રમી 107 ઈ-સર્ટીફીકેટ મેળવ્યા છે. મહત્વનુ એ છે કે, વિશ્વમાં આટલી મોટી સિદ્ધિ મેળવનાર પ્રથમ યુવાન છે. જોકે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ઓનલાઈન રમતોને હજુ સુધી સામેલ કર્યા નથી પરંતુ નોંધ લઈ પ્રશંસા કરી છે. કેમકે મલ્લિકાર્જુને ઈ-સર્ટીફીકેટ અને સમયમાં વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

પ્રતિભા@સિધ્ધપુર: સમયનો સદ્ઉપયોગ આ યુવાન પાસેથી શીખો: પ્રશ્નોતરી સ્પર્ધામાં ઈ-પ્રમાણપત્રોની સદી ફટકારી

પ્રતિભાશાળી યુવાનને લોકડાઉનના કપરા સમયમાં કંઈક કરવું હતું અને કરી પણ બતાવ્યું છે કે સમયને ઓળખો તો સમય તમને ઓળખી લેશે. યુવાને કહ્યું કે જ્ઞાન વધારવા આવી ઓનલાઈન ક્વીઝ રમતો. જનરલ નોલેજ તેમજ કરન્ટના કોરોના અંગે પ્રશ્નો ઈંગ્લીશમાં રહેતા. ધીમે ધીમે મને આનંદ આવવા લાગ્યો જે બાદ મને ક્યારે 107 ઈ-પ્રમાણપત્રો મેળવી લીધા ખબર પણ ના રહી. એ વાતનો આનંદ છે કે, મોબાઈલ અને ઈન્ટરનેટનો બિનજરૂરી ઉપયોગ યુવાનો માટે નુકશાનકારક હોય છે. જોકે તેનો સાચા અર્થમાં ઉપયોગ આજના મોટાભાગના યુવાનો કરતા નથી. આ ક્વીઝથી મને ઘણુંબધું શીખના અને જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે, રાષ્ટ્રીયસ્તરે આ સ્પર્ધા હોઈ એક સાથે 50 હજારથી 1 લાખ લોકો જોડાતા હતા. આ દરેક વચ્ચે સારી રીતે જવાબો આપી આ સીદ્ધી મેળવી છે.

મલ્લિકાર્જુને કુલ 200 ક્વીઝ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાંથી 110 ઈ-પ્રમાણપત્રો મેળવ્યા છે. એ પણ મહત્તમ 80 કે તેથી વધુ માર્ક્સ મેળવી ખરી બતાવ્યું છે. 61 ક્વિઝ તો માત્ર કોવીડ-19ને લગતી હતી. આમ આ યુવાને ભારતનઃ ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચીમના દરેક ખૂણામાંથી ક્વીઝ દ્વારા ઘરે બેઠા પોતાનો દબદબો બનાવ્યો છે. આને કહે નાની ઉંમરમાં મોટી સિદ્ધિ હાંસલ કરવી.

કોરોના સિવાય અન્ય વિષયો ઉપર સ્પર્ધા

વિશ્વ તમાકુ દિવસ, વિશ્વ, પર્યાવરણ દિવસ, વિશ્વ જૈવવિવિધતા દિવસ, ગુજરાતી સાહિત્ય, અંગ્રેજી સાહિત્ય, ભૌતિકશાસ્ત્ર, કાયદો, વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ, વગેરે.

કયા કયા રાજ્યોમાં ક્વિઝ સ્પર્ધાનુ આયોજન કરાયું

1. મહારાષ્ટ્ર 2.ઉત્તરપ્રદેશ 3.માધ્યાપ્રદેશ 4.રાજસ્થાન 5. તમિલનાડુ 6. તેલંગણા 7.ગુજરાત 8.હરીયાણા 9.પંજાબ 10.છત્તીસગઢ 11.આસમ 12. નવી દિલ્હી 13.વેસ્ટ બંગાળ 14.કર્નાટક 15.કેરાલા 16.આંધ્રપ્રદેશ 17.ઉત્તરાખંડ 18. ઝારખંડ

ભારત સરકારના મંત્રાલય દ્વારા પણ સ્પર્ધા

1. મંત્રાલય – આયુષ અને માયગોવ મંત્રાલય

2 પર્યટન અને માયગોવ મંત્રાલય

ખ્યાતનામ યુનિવર્સિટીઓ‌ અને સંસ્થાઓએ પણ આયોજન કર્યું હતું

1. પીપલ્સ યુનિવર્સિટી, ભોપાલ 2. યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી, જયપુર 3. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ, હૈદરાબાદ 4. કોટા યુનિવર્સિટી 5. વિર- નર્મદ યુનિવર્સિટી 6.કેરળ યુનિવર્સિટી 7.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 8.વલ્લભ વિદ્યાનગર યુનિવર્સિટી 9.મલ્લા રેડ્ડી ઇન્સ્ટિટ્યૂટ એન્જિનિયરિંગ, હૈદરાબાદ 10.પુણે યુનિવર્સિટી 11. બેરેલી યુનિવર્સિટી 12. દહેરાદૂન યુનિવર્સિટી 13. અલિગાર્ડ યુનિવર્સિટી 14. ગાઝિયાબાદ યુનિવર્સિટી 15.ઝાંસી યુનિવર્સિટી 16.મહારાષ્ટ્ર ઉચ્ચ શિક્ષણ સંસ્થા 17. જયપુરની ભારતીય કૌશલ્ય વિકાસ યુનિવર્સિટી 18. ઝારખડની એન.એસ.એસ. કોલ્હન યુનિવર્સિટી 19.ભગવંત યુનિવર્સિટી ઓફ અજમેર 20.નાગપુર યુનિવર્સિટી 21. પંજાબની ગુરુ કાશી યુનિવર્સિટી 22. ભટિંડા યુનિવર્સિટી 23. અસમ યુનિવર્સિટી 24.ઉકા તરસડિયા યુનિવર્સિટી.

ઓનલાઇન ક્વિઝમા કેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા?

1. કોરોના વાયરસનો પહેલો કેસ ભારતમા કઇ તારીખે અને ક્યા જોવા માળ્યો હતો?

2. કોરોનાનો આકાર કેવો લાગે છે?

3. કોરોનાનો અર્થ શું?

4. પી.પી.ઇ કીટ અને આરટી- પીસીઆર ટેસ્ટનુ પુરૂ નામ

5. વિવિધ રસીના નામ

6. સાર્સ, મેર્સ, કોરોનામા શું તફાવત?

7. જળ નીતિ ક્યારે લગુ પાડવામા આવી?

8. જનરલ નોલેજ