સાવચેતી@મહેસાણા: કોરોના સંક્રમણ અટકાવવા DDOએ આશાબહેનોને માર્ગદર્શિત કર્યા

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ સેટકોમના માધ્યમથી જિલ્લાના ગામોના સરપંચ, તલાટી અને આશાબહેનોને કોવિડ વાયરસ સંક્રમણ અટકાતી પગલાંના ભાગરૂપે કરવાની થતી વિવિધ કામગીરીથી માહિતીગાર કરી સુચનો આપ્યા હતા. કોવિડ-19 વાયરસ સંક્રમણના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.ગામમાં લોકો માસ્કનો ઉપયોગ કરે,સામાજિક દુરી જાળવે તેમજ વારંવાર સેનીટાઇઝ કરે તે માટે સંબધિત કર્મયોગીઓ
 
સાવચેતી@મહેસાણા: કોરોના સંક્રમણ અટકાવવા DDOએ આશાબહેનોને માર્ગદર્શિત કર્યા

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ સેટકોમના માધ્યમથી જિલ્લાના ગામોના સરપંચ, તલાટી અને આશાબહેનોને કોવિડ વાયરસ સંક્રમણ અટકાતી પગલાંના ભાગરૂપે કરવાની થતી વિવિધ કામગીરીથી માહિતીગાર કરી સુચનો આપ્યા હતા. કોવિડ-19 વાયરસ સંક્રમણના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.ગામમાં લોકો માસ્કનો ઉપયોગ કરે,સામાજિક દુરી જાળવે તેમજ વારંવાર સેનીટાઇઝ કરે તે માટે સંબધિત કર્મયોગીઓ અને પદાધિકારીઓને જણાવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ કોવિડ-19 અંતર્ગત તકેદારીના પગલાં લેવા ખાસ સુચન કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું હતું કે ગામમાં વારંવાર હેન્ડ વોશીંગની ટેવ પડે તે માટે જાગૃતિ કેળવવા અને વર્તણુંકમાં સુધારો લાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત ગામમાં ભીડ જમા ન થાય અને શક્ય હોય તો ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ગ્રામજનો ટાળે તે માટે ખાસ અનુંરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ ગામમાં SARI અને ILI ના લક્ષણ ધરાવતા નાગરિકોને સર્વેલન્સ હેઠળ આવરી લઇ તેમની સારવાર અને ત્વરીત ધોરણે સેમ્પલ લેવા પણ ખાસ સુચન કર્યું હતું તેમજ નાગરિકોમાં પણ આ બાબતે જાગૃતિ આવે તે માટે સઘન પ્રચાર પ્રસાર કરવા પણ અપીલ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 ના હોમ આઇસોલેશન થયેલ દર્દીઓ સરકારની સુચવેલ તમામ માર્ગદર્શિકાનો અમલ કરે અને આવા દર્દીઓ મુવમેન્ટ ન કરે તે માટે ખાસ ધ્યાન રાખવા અને સમયાંતરે ફોલોઅપ માટે પણ જણાવ્યું હતું. આશાબહેનો અને આરોગ્ય કર્મીઓ દ્રારા પણ હોમ આઇસોલેશન થયેલ દર્દીઓની સ્ટેટસ જાણી તેનું ફોલોઅપ કરવા જણાવ્યું હતું.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોર્મોર્બીડ સ્થિતિવાળા દર્દીઓની આરોગ્ય જળવાય તે માટે નિયમિત પણે જરૂરી માર્ગદર્શન અને સારવાર આપવા જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ આગામી સમયમાં સરકાર દ્વારા કોવિડ-19ની રસી બાબતે થઇ રહેલ કામગીરીથી લોકોને અવગત કર્યા હતા. આ ઉપરાંત જરૂરી આયોજન અને અમલવારી બાબતે પણ માહિતગાર કરી ગ્રામ્ય કક્ષાએ કોવિડ અંતર્ગત દર 15 દિવસે બેઠક કરી ફોલઅપ માટે સુચન કર્યું હતું.