વરસાદ: ઉત્તર ગુજરાતમાં મેધરાજા વરસ્યા, અનેક સોસાયટીમાં પાણી ભરાયા

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ (ભુરાજી ઠાકોર, દશરથ ઠાકોર, રામજી રાયગોર, અંકુર ત્રિવેદી, રમેશ વૈષ્ણવ) ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન નિયમિત અંતરે ઝરમર વરસાદ અને વાદળછાયુ વાતાવરણ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં ભારે વરસાદથી હાઇવે પર ભરાયાં પાણી છે. 3 કલાક માટે રોડ માર્ગ ઉપર પાણી ફરી વળતા રસ્તા
 
વરસાદ: ઉત્તર ગુજરાતમાં મેધરાજા વરસ્યા, અનેક સોસાયટીમાં પાણી ભરાયા

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ

(ભુરાજી ઠાકોર, દશરથ ઠાકોર, રામજી રાયગોર, અંકુર ત્રિવેદી, રમેશ વૈષ્ણવ)

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન નિયમિત અંતરે ઝરમર વરસાદ અને વાદળછાયુ વાતાવરણ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં ભારે વરસાદથી હાઇવે પર ભરાયાં પાણી છે. 3 કલાક માટે રોડ માર્ગ ઉપર પાણી ફરી વળતા રસ્તા બંધ કરાયા હતા. રાત્રીનાં સમયમાં પડેલા સાડા સાત ઇંચ જેટલા વરસાદે તંત્રની પોલ ખુલી પાડી દીધી હતી. વોર્ડ નં 3 અને શ્યામજી નગર સોસાયટીમાં પાણી ભરાઈ ગયાં હતાં.

વરસાદ: ઉત્તર ગુજરાતમાં મેધરાજા વરસ્યા, અનેક સોસાયટીમાં પાણી ભરાયા

મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં બુધવારે મોડીરાતથી ભારે વરસાદ પડયો હતો. પાટણ જિલ્લામાં મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ પડતા રાધનપુરમાં બે કલાકમાં પોણા બે ઇંચ, સમી શંખેશ્વર માં એક ઇંચ વરસાદ નોંધાયો છે. જેને લઇ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ઉત્તર ગુજરાતમાં 15 ટકાની ઘટ વચ્ચે છેલ્લા બે દિવસથી વરસાદનું આગમન થયુ છે.

સાબરકાંઠા જીલ્લામાં ભારે વરસાદથી સોસાયટીઓ પાણીમાં

સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન પોશીના તાલુકાને બાદ કરતા સમગ્ર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ખેડબ્રહ્મા તાલુકામાં સૌથી વધુ 23 મીમી વરસાદ અને તલોદ તાલુકામાં 19 મીમી વરસાદ નોંધાયો હતો. દિવસ દરમિયાન વાદળો છવાયેલા રહ્યા હતા અને ઝરમર વરસાદ નિયમિત અંતરાલે ચાલુ રહેતા પાણી જમીનમાં ઉતરી રહ્યુ છે અને ભેજનો સંગ્રહ વધ્યો છે જે ખરીફ પાક માટે ફાયદારૂપ હોવાનુ મનાઈ રહ્યુ છે.

વરસાદ: ઉત્તર ગુજરાતમાં મેધરાજા વરસ્યા, અનેક સોસાયટીમાં પાણી ભરાયા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં ભારે વરસાદથી હાઇવે પર ભરાયાં પાણી છે. 3 કલાક માટે રોડ માર્ગ ઉપર પાણી ફરી વળતા રસ્તા બંધ કરાયા હતા. રાત્રીનાં સમયમાં પડેલા સાડા સાત ઇંચ જેટલા વરસાદે તંત્રની પોલ ખુલી પાડી દીધી હતી. વોર્ડ નં 3 અને શ્યામજી નગર સોસાયટીમાં પાણી ભરાઈ ગયાં હતાં. પાલિકા ઘ્વારા વહેલી સવારે ભાડેથી જેસીબી મંગાવીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહયા છે.

વરસાદ: ઉત્તર ગુજરાતમાં મેધરાજા વરસ્યા, અનેક સોસાયટીમાં પાણી ભરાયા

મહેસાણા જીલ્લામાં ગત મોડી રાતથી વરસાદ શરૂ

ઉત્તર ગુજરાતના તમામ જીલ્લાઓમાં ગતમોડી રાત્રીથી ભારે વરસાદ શરૂ થતા ખેડુતોએ હાશકારો અનુભવ્યો હતો. મહેસાણાના બહુચરાજીમાં 1 ઇંચ, મહેસાણામાં 18 મીમી, જોટાણામાં 11 મીમી, સતલાસણામાં 5 મીમી, વિજાપુરમાં 3 મીમી, વડનગરમાં 2 મીમી અને વિસનગરમાં 1 મીમી વરસાદ નોંધાયો છે.

વરસાદ: ઉત્તર ગુજરાતમાં મેધરાજા વરસ્યા, અનેક સોસાયટીમાં પાણી ભરાયા

પાટણ જીલ્લામાં પણ મેઘરાજાની પધરામણી

બુધવારે સાંજના ૭ વાગ્યા પછી પાટણ જીલ્લાના રાધનપુર, ચાણસ્મા, સિધ્ધપુર, સમી, શંખેશ્વર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. રાધનપુરમાં બે કલાકમાં પોણા બે ઇંચ, સમી શંખેશ્વર માં એક ઇંચ વરસાદ નોંધાયો છે. જેને લઇ ખેડુતોના ચહેરા ઉપર ચમક આવી છે.

બનાસકાંઠામાં પણ વહેલી સવારથી જ ભારે વરસાદ

ધાનેરામાં વરસાદે રાહ જોવડાવ્યા પછી શ્રી ગણેશ કર્યા છે. સવાર થી જ ધીમી ધારે વરસાદનું આગમન થતાં ખેડુતોના ચહેરા ઉપર ચમક જોવા મળી હતી. પાંચ દિવસ ના બફારા પછી વરસાદ શરૂ થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

કાંકરેજ તાલુકાના ગામડાઓમાં પણ મોડી રાતે ભારે વરસાદ વરસ્યો હતો. જોકે ગુરૂવારે સવારથી જ જીલ્લામાં ધીમીધારે વરસાદ ચાલુ છે. ભારે વરસાદથી તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કાંકરેજ તાલુકામાં ગુરૂવાર સવાર સુધી 03 મીમી વરસાદ નોધાયો છે.