આગાહી@ઉ.ગુજરાત: ઉનાળાના ટકોરા વચ્ચે ફરી આવશે ઠંડીનો ચમકારો

અટલ સમાચાર,ડેસ્ક જાન્યુઆરી મહિનાના અંતથી વાતાવરણમાં ઠંડી-ગરમીનો અહેસાસ શરૂ થઈ ગયો છે. ઉત્તરગુજરાતમાં બે-ચાર દિવસ ઠંડી અને બે-ચાર દિવસ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આવામાં હવામાન ખાતા તરફથી વધુ એક આંચકાજનક સમાચાર આવ્યા છે. આગાહી મુજબ, રાજ્યમાં ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ફરી ઠંડીનો અહેસાસ થશે. આવતીકાલે 1 ડિગ્રી તાપમાન ઘટતા ફરી ઠંડીનો અહેસાસ થઇ શકે
 
આગાહી@ઉ.ગુજરાત: ઉનાળાના ટકોરા વચ્ચે ફરી આવશે ઠંડીનો ચમકારો

અટલ સમાચાર,ડેસ્ક

જાન્યુઆરી મહિનાના અંતથી વાતાવરણમાં ઠંડી-ગરમીનો અહેસાસ શરૂ થઈ ગયો છે. ઉત્તરગુજરાતમાં બે-ચાર દિવસ ઠંડી અને બે-ચાર દિવસ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આવામાં હવામાન ખાતા તરફથી વધુ એક આંચકાજનક સમાચાર આવ્યા છે. આગાહી મુજબ, રાજ્યમાં ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ફરી ઠંડીનો અહેસાસ થશે. આવતીકાલે 1 ડિગ્રી તાપમાન ઘટતા ફરી ઠંડીનો અહેસાસ થઇ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઠંડી-ગરમીના મિશ્ર વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, આવતીકાલે શુક્રવારે ઠંડીનો અહેસાસ થશે. ઠંડીની સીઝનનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે, અને સાંજ પછી ઠંડીનો અહેસાસ થશે. પશ્ચિમ મધ્ય-દક્ષિણ અરબી સમુદ્રમાં માછીમારોને વાતાવરણને કારણે ન જવા સૂચના અપાઈ છે. કારણ કે, પશ્ચિમ મધ્ય-દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં 45 થી 55 કિલોમીટર ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

આગાહી@ઉ.ગુજરાત: ઉનાળાના ટકોરા વચ્ચે ફરી આવશે ઠંડીનો ચમકારો
File Photo

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વારંવાર બદલતા વાતાવરણના કારણે આંબાવાડીના માલિકો પરેશાન થયા છે. એક તરફ માવઠાની દહેશત તો બીજી તરફ ગુજરાતમાં કેરી તેમજ જીરૂના પાક પર ખતરો યથાવત છે. ગત વર્ષમાં ભારે વરસાદ થયો અને ચોમાસાના પાછલા સમયમાં અતિ વરસાદના પગલે મગફળીના પાક અને કપાસના પાકને વ્યાપક નુકસાન થયું હતું. દિવાળી બાદ પણ સતત માવઠાઓના કારણે રવિપાકને અસર થઈ રહી છે. તો બીજી તરફ હવે ગીરની પ્રખ્યાત કેસર કેરીના પાકને પણ અસર થવાની શક્યતા દેખાઈ રહી છે.