તૈયારી@અમદાવાદ: ટ્રમ્પ અને મોદીના રોડ-શો માટે 2.13 કરોડના ખર્ચે નવો માર્ગ

અટલ સમાચાર,ડેસ્ક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યાં છે ત્યારે એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ જવાનાં રસ્તાની કાયાપલટ થઇ રહી છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં 13 કિલોમીટરનો રોડ-શો યોજાશે. એરપોર્ટથી બાયરોડ તેઓ સૌપ્રથમ ગાંધી આશ્રમ જશે. જે રૂટથી આશ્રમ પહોંચશે તે જ રૂટ પર પાછા એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ થઈ કોટેશ્વર મહાદેવ
 
તૈયારી@અમદાવાદ: ટ્રમ્પ અને મોદીના રોડ-શો માટે 2.13 કરોડના ખર્ચે નવો માર્ગ

અટલ સમાચાર,ડેસ્ક

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યાં છે ત્યારે એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ જવાનાં રસ્તાની કાયાપલટ થઇ રહી છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં 13 કિલોમીટરનો રોડ-શો યોજાશે. એરપોર્ટથી બાયરોડ તેઓ સૌપ્રથમ ગાંધી આશ્રમ જશે. જે રૂટથી આશ્રમ પહોંચશે તે જ રૂટ પર પાછા એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ થઈ કોટેશ્વર મહાદેવ થઈને મોટેરા સ્ટેડિયમ પહોંચશે. આ રોડ 2.13 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. આ રસ્તા પર 24 કલાક સતત પેટ્રોલિંગ, સામાન્ય ચેકિંગ યથાવત્ રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તૈયારી@અમદાવાદ: ટ્રમ્પ અને મોદીના રોડ-શો માટે 2.13 કરોડના ખર્ચે નવો માર્ગ

અમદાવાદમાં ટ્રમ્પ અને મોદીની મુલાકાતની આઇકોનિક ઇવેન્ટ બનાવવાનાં અનેક પ્રયાસો થઇ રહ્યાં છે. આ મુલાકાતનાં સંદર્ભે અમેરિકાની ટોચની એજન્સી યુએસ સિક્રેટ સર્વિસની ચુનંદી ટીમ ગુરુવારે અમદાવાદમાં ધામા નાખશે, આ ટીમ ક્યાં સુધી રોકાશે તેની જાણકારી નથી, પરંતુ આ ટીમ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ગાંધી આશ્રમ તથા મોટેરા સ્ટેડિયમની સુરક્ષા સંદર્ભે ઝીણવટભરી સમીક્ષા કરશે. આ ટીમ સાથે દેશની ટોચની સુરક્ષા એજન્સી એનઆઈએની ટીમ પણ જોડાશે. સંભવતઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ પણ આ મિશનમાં સામેલ થઇ શકે છે.

તૈયારી@અમદાવાદ: ટ્રમ્પ અને મોદીના રોડ-શો માટે 2.13 કરોડના ખર્ચે નવો માર્ગ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રસ્તા નવા બનાવી રહ્યું છે. મંગળવારથી વિઝિટનાં રૂટ ઉપરની ફૂટપાથ નવુ બનાવી રહ્યું છે તથા એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધીના ઊભા રસ્તે ડફનાળા સુધી અથવા છેક આશ્રમ સુધી રસ્તાની બંને તરફ થોડા થોડા અંતરે સ્ટેજ ઊભા કરી કળાવૃંદો મારફત નર્તન કરાવવાની જવાબદારી સંભાળવાનું છે. જે માટે આશરે 35-40 કરોડ રુપિયાનો ખર્ચ થવાનો અંદાજ મુકાયો છે. આમ તો આ ગ્રાન્ટ રાજ્ય સરકાર જ મ્યુનિ. કોર્પો.ને ચૂકવવાની છે. રાજ્ય સરકાર પોતે આ તમામ ઇવેન્ટમાં 20થી 25 રૂપિયા કરોડ ખર્ચશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. આટલો જ ખર્ચો કેન્દ્ર સરકારનાં વિદેશ મંત્રાલય દ્વારા થશે. મળતી માહિતી પ્રમાણે, મોટેરા સ્ટેડિયમમાં થનારી ઇવેન્ટનો સંપૂર્ણ ખર્ચ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન ઉઠાવશે.