તૈયારી@પર્વઃ મહેસાણા જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રીહર્સલ કરાયું

અટલ સમાચાર.મહેસાણા મહેસાણા જિલ્લા કક્ષાના ૭૪ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નાયબ મુખ્યમંત્રીના હસ્તે પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા શહેર ખાતે થનાર છે. આ દિવસે કોરોના વોરીયરનું સન્માન થનાર છે. મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ સવારે ૦૯-૦૦ કલાકે ધ્વજ વંદન અને સલામી આપશે ત્યાર બાદ પ્રેરક પ્રવચન આપી સરકારની સિધ્ધીઓ અને કોરોના અંતર્ગત
 
તૈયારી@પર્વઃ મહેસાણા જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રીહર્સલ કરાયું

અટલ સમાચાર.મહેસાણા

મહેસાણા જિલ્લા કક્ષાના ૭૪ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નાયબ મુખ્યમંત્રીના હસ્તે પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા શહેર ખાતે થનાર છે. આ દિવસે કોરોના વોરીયરનું સન્માન થનાર છે. મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ સવારે ૦૯-૦૦ કલાકે ધ્વજ વંદન અને સલામી આપશે ત્યાર બાદ પ્રેરક પ્રવચન આપી સરકારની સિધ્ધીઓ અને કોરોના અંતર્ગત કરેલ કામગીરીથી નાગરિકોને માર્ગદર્શિત કરશે.આ દિવસે સરકાર દ્વારા કોરોના વોરીયર્સનું સન્માન તેમજ અભિવાદન કરવાનું આયોજન કરાયું છે જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે કોરોના વોરીયરનું સન્માન થનાર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તૈયારી@પર્વઃ મહેસાણા જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રીહર્સલ કરાયું

 રાષ્ટ્રીય પર્વની ગરીમા જળવાય તે હેતુથી આ કાર્યક્રમની પુર્વતૈયારી અને સમીક્ષાના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકાર એમ.વાય.દક્ષિણીની ઉપસ્થિતિમાં રીહર્સલ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી દ્વારા કાર્યક્રમની ઉજવણી પ્રસંગે વિવિધ સુચનો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોવિડ વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગરૂપે કોવિડની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તે માટે સંબધિત અધિકારીઓને સુચનો કર્યા હતા.રીહર્સલના આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ,પ્રાન્ત અધિકારી વિમલ પટેલ,અધિક આરોગ્ય અધિકારી ડો.વિષ્ણુંભાઇ પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.