તૈયારી@કચ્છ: સ્થાનિક સ્વરાજની ચુંટણી અંતર્ગત ભાજપના આગેવાનો ધામા નાખશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષોએ દોડધામ શરૂ કરી છે. ફેબ્રુઆરી માસમાં મહાનગરપાલીકા, નગરપાલીકા તથા પંચાયતોની ચુંટણી યોજાવા જઈ રહી છે. તો એવામાં ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહીતના નેતાઓ કચ્છ ખાતે ધામા નાખશે. ચુંટણીમાં તેઓની હાજરીને કારણે કાર્યકર્તાઓમાં નવો જોષ પુરાશે.
 
તૈયારી@કચ્છ: સ્થાનિક સ્વરાજની ચુંટણી અંતર્ગત ભાજપના આગેવાનો ધામા નાખશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષોએ દોડધામ શરૂ કરી છે. ફેબ્રુઆરી માસમાં મહાનગરપાલીકા, નગરપાલીકા તથા પંચાયતોની ચુંટણી યોજાવા જઈ રહી છે. તો એવામાં ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહીતના નેતાઓ કચ્છ ખાતે ધામા નાખશે. ચુંટણીમાં તેઓની હાજરીને કારણે કાર્યકર્તાઓમાં નવો જોષ પુરાશે. તેઓ કચ્છના વિવિધ વિસ્તારોમાં પહોંચી સંગઠનના કાર્યકર્તાઓને સુચનો આપશે. ગુજરાતમાં 21 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકા તથા 28 ફેબ્રુઆરીના રોજ અને નગરપાલિકા અને પંચાયતની ચુંટણી યોજાવા જઈ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સીઆર પાટીલ આવતી કાલે કચ્છ ખાતે જઈ રહ્યા છે. જ્યાં સ્થાનિક સ્વરાજની ચુંટણીઓને ધ્યાને લઈ પાર્ટીના નીરીક્ષકો સાથે બેઠક યોજશે. જ્યારથી  સ્થાનીક સ્વરાજની ચુંટણીની તારીખો જાહેર થઈ છે. ત્યારથી ભાજપ – કોન્ગ્રેસ સહીત આમ આદમી પાર્ટી પણ એક્શનમાં આવી છે. તો આ તરફ ભારતીય જનતા પાર્ટીનુ કાર્યકર્તા લેવલનુ માળખુ ખુબ જ ઉંડુ હોવાથી ચુંટણીના આયોજનને લઈ સરળતા પડી શકે છે. આવતી કાલે સીઆર પાટીલ ભુજના મીરજાપર રોડ પાસે આવેલ મેદાનમાં સરપંચો સાથે સંવાદ યોજશે. સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં મહાનગરપાલીકાનુ પરીણામ 2 માર્ચ તથા નગરપાલીકા અને પંચાયતોનુ પરિણામ 5 માર્ચના રોજ જાહેર કરાશે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સ્થાનીક સ્વરાજ્ય ચુંટણીના કચ્છના ભાજપના પ્રદેશ નીરીક્ષકો દિલીપભાઈ ઠાકોર, પ્રદિપસિંહ વાઘેલા અને ડો. તેજશ્રીબેન પટેલ કચ્છમાં પહોંચશે. જ્યા તેઓ. તારીખ 29 થી 31 મી જાન્યુઆરી દરમિયાન ચુંટણી લક્ષી પ્રક્રીયાઓમાં ભાગ લેશે.