તૈયારી@પાટણ: આવતીકાલે કડક નિયમો સાથે ઉત્તરાયણ, જો ભંગ કર્યો તો કાર્યવાહી થશે: SP

અટલ સમાચાર ડોટ કોમ, પ્રિયકાન્ત શ્રીમાળી કોરોનાકાળ વચ્ચે આવતીકાલે ઉત્તરાયણના તહેવારને લઇ પતંગરસિયાઓ ખરીદીમાં લાગી હતી. આજે પાટણ જીલ્લા પોલીસવડાએ ઉત્તરાયણના તહેવારને લઇ પત્રકારોને સંબોધિત કર્યા હતા. જેમાં પાટણમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન કરાવવામાં પોલીસ કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતુ. આ સાથે ખાસ ફ્લેટમાં રહેતાં લોકોને એકસાથે ધાબા પર જવા પ્રતિબંધ મુકાયો છે. પોલીસની અલગ-અલગ ટીમ આવતી
 
તૈયારી@પાટણ: આવતીકાલે કડક નિયમો સાથે ઉત્તરાયણ, જો ભંગ કર્યો તો કાર્યવાહી થશે: SP

અટલ સમાચાર ડોટ કોમ, પ્રિયકાન્ત શ્રીમાળી

કોરોનાકાળ વચ્ચે આવતીકાલે ઉત્તરાયણના તહેવારને લઇ પતંગરસિયાઓ ખરીદીમાં લાગી હતી. આજે પાટણ જીલ્લા પોલીસવડાએ ઉત્તરાયણના તહેવારને લઇ પત્રકારોને સંબોધિત કર્યા હતા. જેમાં પાટણમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન કરાવવામાં પોલીસ કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતુ. આ સાથે ખાસ ફ્લેટમાં રહેતાં લોકોને એકસાથે ધાબા પર જવા પ્રતિબંધ મુકાયો છે. પોલીસની અલગ-અલગ ટીમ આવતી કાલે ગમે ત્યારે શહેરમાં ચેકિંગ કરી જો કોવિડ ગાઇડલાઇનનો ભંગ દેખાશે તો જાહેરનામા ભંગની ફરીયાદ નોંધાશે તેમ એસપીએ ઉમેર્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લા પોલીસવડા અક્ષયરાજે આજે ઉત્તરાયણને લઇ પત્રકાર પરિષદ કરી હતી. ઉત્તરાયણ પર્વમાં ધાબા પર ડી.જે. વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. SPએ જણાવ્યું હતુ કે, ઉત્તરાયણના દિવસે જીલ્લાના દરેક પોલીસ મથકે જુદી-જુદી ટીમો બનાવાઇ છે. જેમાં PSI, ASI, કોન્સ્ટેબલ અને લોકરક્ષક સહિતની ટીમો દ્રારા આકસ્મિક તપાસ કરવામાં આવશે. તો સોસાયટી અને ફ્લેટોના ધાબા પર માત્ર પરિવારના સભ્યોને મંજૂરી અપાઇ છે. છતાં તેનું ઉલ્લંઘન કરાશે તો પોલીસ દ્રારા કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે શહેરી વિસ્તારના ફ્લેટોમાં લોકોને એકસાથે ધાબા પર જવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાટણ જીલ્લામાં ઉત્તરાયણના પર્વને લઇ બજારોમાં પતંગરસિયાઓની ભીડ જોવા મળી રહી છે. આ તરફ પોલીસ દ્રારા પણ ગાઇડલાઇનની અમલવારી કરાવવા અલગ-અલગ ટીમો બનાવી છે. આ સાથે કોવિડ ગાઇડલાઇનનો ભંગ ન થાય તે માટે ડ્રોન અને કેમેરા વડે ફોટાં-વીડિયો કેપ્ચર કરવા સહિતની કવાયત શરૂ કરવામાં આવી છે. પાટણ જીલ્લા પોલીસવડાએ કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે ઉત્તરાયણ પર્વ ઉજવવા કહ્યુ છે.