આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ગિરીશ જોષી, મહેસાણા

ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોએ પેટાચુંટણીના ડાકલા વાગવાના છે ત્યારે દાવેદારો મથામણમાં લાગ્યા છે. સૌથી વધુ ચર્ચાસ્પદ ગણાતી રાધનપુર વિધાનસભાની પેટાચુંટણીમાં ટીકીટની અને ત્યારબાદ જીતની રણનિતિ ગોઠવાઇ રહી છે. રાધનપુર વિધાનસભા માટે કોંગ્રેસના દાવેદારે અત્યારથી જ શરૂઆત કરી હોઇ શનિવારે બેઠક મળવાની છે. પાટણ જીલ્લા કોંગ્રેસ દ્વારા રાધનપુરમાં યોજાનાર સભા પાછળ પ્રબળ દાવેદાર રઘુ રબારીની તૈયારી હોવાનું સામે આવ્યુ છે.

પાટણ જીલ્લામાં રાધનપુર, મહેસાણા જીલ્લામાં ખેરાલુ અને બનાસકાંઠા જીલ્લામાં થરાદ વિધાનસભાની પેટાચુંટણીઓ આવી રહી છે. જેમાં કોંગ્રેસ અને ભાજપ માટે સૌથી વધુ મહત્વની ગણાતી રાધનપુર બેઠક ઉપરના દાવેદારોની ચર્ચા અને હાર-જીતનુ ગણિત ગોઠવાઇ રહ્યું છે. પાટણ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવારે હાઇવે પરના ખાનગી હોલમાં ચુંટણીલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જીલ્લાના દિગ્ગજ આગેવાનથી લઇ કાર્યકરોને બોલાવવામાં આવી રહયા છે.

Raghu Desai Congress

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બેઠકમાં રાધનપુર વિધાનસભા ચુંટણીના ઉમેદવાર પસંદ કરવા મથામણ થવાની છે. બેઠકના આયોજન અને તૈયારીઓ પાછળ પૂર્વ ઉમેદવાર રઘુ રબારી હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાધનપુર બેઠક ઉપર ભાજપ તરફથી અલ્પેશ ઠાકોરની સંભાવના જોતા રઘુ રબારી જોરદાર ટક્કર આપી શકે તેવી ચર્ચા છે. જેથી બેઠકના આયોજન પાછળ અને આગામી રણનિતિ તૈયાર કરવા રઘુ રબારીનું ભેજુ કામ કરી રહ્યું છે.

રઘુ રબારી સાથે ડો.ગોવિંદ ઠાકોર હરીફાઇમાં

રાધનપુર વિધાનસભાની પેટાચુંટણીમાં ઓબીસી મતદારો હુકમનો એક્કો સાબિત થશે. ભાજપ તરફથી અલ્પેશ ઠાકોરની સંભાવના જોતા કોંગ્રેસમાં રઘુ રબારી સાથે ડો. ગોવિંદ ઠાકોર પણ હરીફાઇમાં છે. ગોવિંદ ઠાકોરને ટિકીટ મળે તો ઠાકોર મતદારોનો ઝુકાવ અને રઘુ રબારીને ટીકીટ મળે તો માલધારી સહિતના મતદારોનો ઝુકાવ તપાસવામાં આવી રહ્યો છે. વિવિધ પરિબળો જોતા રઘુ રબારી જીતી શકે તેવો ઉમેદવાર હોવાની દાવેદારી સામે ડો. ગોવિંદ ઠાકોરને ટીકીટ મળવી કઠિન બની શકે છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code