રજૂઆત@દિયોદર: શિયાળુપાકના વાવેતર ટાંણે કેનાલમાં પાણી બંધ, ના.કલેક્ટરને પત્ર

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) દિયોદર પંથકના ખેડૂતોએ આજે સુજલામ-સુફલામ કેનાલમાં પાણી બંધ હોઇ પાણી છોડાવવાની ઉગ્ર માંગ સાથે આવેદનપત્ર આપ્યુ હતુ. ગત દિવસોઅ પમ્પિંગ સ્ટેશનમાંથી પાણી છોડાયા બાદ અચાનક બંધ કરી દેવામાં આવતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની રજૂઆત છે કે, શિયાળુ પાક માટે વાવેતરની વેળાએ પાણી બંધ થતાં પાક નુકશાનની સ્થિતિ
 
રજૂઆત@દિયોદર: શિયાળુપાકના વાવેતર ટાંણે કેનાલમાં પાણી બંધ, ના.કલેક્ટરને પત્ર

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

દિયોદર પંથકના ખેડૂતોએ આજે સુજલામ-સુફલામ કેનાલમાં પાણી બંધ હોઇ પાણી છોડાવવાની ઉગ્ર માંગ સાથે આવેદનપત્ર આપ્યુ હતુ. ગત દિવસોઅ પમ્પિંગ સ્ટેશનમાંથી પાણી છોડાયા બાદ અચાનક બંધ કરી દેવામાં આવતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની રજૂઆત છે કે, શિયાળુ પાક માટે વાવેતરની વેળાએ પાણી બંધ થતાં પાક નુકશાનની સ્થિતિ સર્જાઇ શકે છે. જેને લઇ ટુંક સમયમાં જો પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારતાં હડકંપ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રજૂઆત@દિયોદર: શિયાળુપાકના વાવેતર ટાંણે કેનાલમાં પાણી બંધ, ના.કલેક્ટરને પત્ર

બનાસકાંઠા જીલ્લાના દિયોદર, કાંકરેજ, થરાદ, લાખણી અને ડીસા તાલુકાના ખેડૂતો આજે અચાનક નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સુજલામ-સુફલામ કેનાલમાં ચાંગા પમ્પિંગ સ્ટેશનમાંથી પાણી છોડવા માટે માંગ કરતું આવેદનપત્ર પાઠવ્યું હતુ. ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યુ છે કે, તા.24-10-2020ના રોજ ચાંગા પમ્પિંગ સ્ટેશનથી પાણી છોડાયા બાદ અચાનક 31-10-2020ના રોજ રાત્રે પાણી બંધ કરી દેવાયુ હતુ. જેથી હવે શિયાળુ પાકના વાવેતર ટાંણે પાણીના અભાવે ખેડૂતો મુંઝાયા છે.

રજૂઆત@દિયોદર: શિયાળુપાકના વાવેતર ટાંણે કેનાલમાં પાણી બંધ, ના.કલેક્ટરને પત્ર

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ચાંગા પમ્પિંગ સ્ટેશનમાંથી પાણી બંધ થઇ જતાં ખેડૂતોએ ફરી પાણી છોડવા માંગ કરી છે. ખેડૂતોને કહેવુ છે કે, પાણીના અભાવે શિયાળુ પાકો જેવા કે, જીરૂ, રાયડો, રાજગરો, બટાકા અને પશુઓ માટે ઘાસચારો સહિતના વાવેતરના ખર્ચ ઉપર પાણી ફરી વળે શકે છે. આ સાથે દિયોદર, કાંકરેજ, થરાદ, લાખણી અને ડીસા તાલુકાના ખેડૂતોએ જણાવ્યુ હતુ કે, ટુંક સમયમાં જો પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતો દ્રારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.