રજૂઆત@ગુજરાત: ચણા ખરીદીની ટોચમર્યાદા વધારવા અલ્પેશ ઠાકોરની માંગ

અટલ સમાચાર, હર્ષલ ઠાકર કોરોના મહામારી સમયે સરકાર દ્વારા રાજ્યનાં ખેડૂતો પાસેથી ન્યૂયત્તમ મૂલ્ય યોજના અંતર્ગત (ટેકાના ભાવે ) ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં સરકાર દ્રારા સરકાર દ્વારા 120 મણની ખરીદીનાં બદલે 27 મણ ખરીદી કરી દેવાઈ છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં ચણાનો મબલખ પાક થયો હોવાથી ખેડૂતોએ મહામહેનતે પકવેલાં ચણા સડવાની નોબત
 
રજૂઆત@ગુજરાત: ચણા ખરીદીની ટોચમર્યાદા વધારવા અલ્પેશ ઠાકોરની માંગ

અટલ સમાચાર, હર્ષલ ઠાકર

કોરોના મહામારી સમયે સરકાર દ્વારા રાજ્યનાં ખેડૂતો પાસેથી ન્યૂયત્તમ મૂલ્ય યોજના અંતર્ગત (ટેકાના ભાવે ) ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં સરકાર દ્રારા સરકાર દ્વારા 120 મણની ખરીદીનાં બદલે 27 મણ ખરીદી કરી દેવાઈ છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં ચણાનો મબલખ પાક થયો હોવાથી ખેડૂતોએ મહામહેનતે પકવેલાં ચણા સડવાની નોબત આવી રહી છે. જેને લઇ અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી ચણા ખરીદીની મર્યાદા 27થી વધારી 120 મણ કરવા રજૂઆત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી, એસસી, એસટી એકતા મંચે ટેકાનાં ભાવે કરાતી ચણાની ખરીદીની ટોચમર્યાદા વધારવા માંગ કરી છે. અલ્પેશ ઠાકોરે પત્રમાં જણાવ્યુ છે કે, સરકાર દ્વારા 120 મણની ખરીદી નાં બદલે 27 મણ ખરીદી કરી દેવાઈ છે.ત્યારે બીજી તરફ રાજ્યમાં ચણાનો મબલખ પાક થયો હોવાથી ખેડૂતોએ મહામહેનતે પકવેલાં ચણા સડવાની નોબત આવી રહી છે .આથી ટેકાના ભાવે ચણાની ખરીદીની મર્યાદા 27 મણથી વધારી 120 મણ કરો જેથી જગતના તાત અને તેમણે મહામહેનતે પકવેલાં ચણાનાં પાક ને બચાવી શકાય તેવી લેખિત રજૂઆત કરવામાં આવી છે.