રજૂઆત@ગુજરાત: એપ્રિલ-મે માસના વીજબીલમાં રાહત આપો: અલ્પેશ ઠાકોર

અટલ સમાચાર,ગાંધીનગર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી, એસસી, એસટી એકતા મંચે એપ્રિલ-મે માસનાં વિજબિલમાં રાહત આપવા માંગ કરી કોરોના મહામારી અને લોકડાઉનનાં કપરા સમયે એપ્રિલ અને મે માસના વીજબીલમાં રાહત આપવા માટે અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં ગરીબ, ખેડૂત અને મધ્યમ વર્ગના લોકોને એપ્રિલ અને મે મહિનાનાં વીજબિલમાં રાહત આપવા રજૂઆત કરાઇ
 
રજૂઆત@ગુજરાત: એપ્રિલ-મે માસના વીજબીલમાં રાહત આપો: અલ્પેશ ઠાકોર

અટલ સમાચાર,ગાંધીનગર 

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી, એસસી, એસટી એકતા મંચે એપ્રિલ-મે માસનાં વિજબિલમાં રાહત આપવા માંગ કરી

કોરોના મહામારી અને લોકડાઉનનાં કપરા સમયે એપ્રિલ અને મે માસના વીજબીલમાં રાહત આપવા માટે અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં ગરીબ, ખેડૂત અને મધ્યમ વર્ગના લોકોને એપ્રિલ અને મે મહિનાનાં વીજબિલમાં રાહત આપવા રજૂઆત કરાઇ છે. આ સાથે ફ્યુલ સરચાર્જમાં યુનિટદિઠ 16 પૈસા જેટલો ઘટાડાના નિર્ણયને આવકારી ગ્રાહકોનાં એપ્રિલ અને મે માસનાં વીજબીલમાં રાહત આપવામાં આવે તેવી લેખિત રજૂઆત પત્રમાં કરાઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત ક્ષત્રિય સેના અને ઓબીસી, એસસી, એસટી એકતા મંચ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઇ છે. જેમાં જણાવાયુ હતુ કે, કોરોના વૈશ્વિક મહામારીના પગલે અપાયેલ લોકડાઉન પરિણામે રાજ્યની મોટા ભાગની જનતા ઘર માં જ રહી છે. પ્રવર્તમાન સમયે કાળઝાળ ઉનાળો હોવાથી સરેરાશ કરતાં વધુ વિજ વપરાશ થયો હોય તે સ્વાભાવિક છે. જેમાં સરકારે માર્ચ-એપ્રિલનાં વિજબિલ ભરવાની મુદ્દત 30મી મે સુધી લંબાવી આપી છે. તેમજ એલટી ગ્રાહકોનાં વિજબિલમાં ફિક્સ ચાર્જ, ડીમાન્ડ ચાર્જ વસુલવામાંથી પણ મુક્તિ આપી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પત્રમાં સરકાર દ્રારા ફ્યુલ સરચાર્જમાં યુનિટદિઠ 16 પૈસા જેટલો ઘટાડાનો નિર્ણયને આવકાર્યો છે. પરંતુ 59 દિવસનાં લોકડાઉનમાં આ સહાય પુરતી ન હોવાથી ગ્રાહકોના એપ્રિલ અને મે માસનાં વીજબીલમાં રાહત આપવામાં આવે તેવી લેખિત રજૂઆત પત્રમાં કરાઈ છે. આ દિશામાં ગુજરાતની સંવેદનશીલ સરકાર યોગ્ય નિર્ણય લઈ અન્ય રાજ્યોને એક ઉત્તમ દ્રષ્ટાંત પુરુ પાડે તેવી પત્રમાં રજૂઆત કરવામાં આવી છે.