રજૂઆત@મહેસાણા: ભાજપે અરજદારોની મુશ્કેલી સામે કલેક્ટરને આપી ચિમકી

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા મામલતદારની એ.ટી.વી.ટી. તથા હેલ્થ સેન્ટરમાં અરજદારોની લાઇનો રોજીંદા સ્વરૂપે લાગે છે. ટેકનીકલ સમસ્યા અને ઓપરેટરની નજીવી સંખ્યાને કારણે અરજીઓનો નિકાલ વિલંબમાં જાય છે. આ સાથે અરજદારોને કચેરીમાં બેસવાની અને પીવાના પાણીની અગવડ હોઇ મુશ્કેલી હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે મહેસાણા શહેર યુવા ભાજપે કલેક્ટરને રજૂઆત સાથે ગર્ભિત ચિમકી આપી અરજદારો માટે
 
રજૂઆત@મહેસાણા: ભાજપે અરજદારોની મુશ્કેલી સામે કલેક્ટરને આપી ચિમકી

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા મામલતદારની એ.ટી.વી.ટી. તથા હેલ્થ સેન્ટરમાં અરજદારોની લાઇનો રોજીંદા સ્વરૂપે લાગે છે. ટેકનીકલ સમસ્યા અને ઓપરેટરની નજીવી સંખ્યાને કારણે અરજીઓનો નિકાલ વિલંબમાં જાય છે. આ સાથે અરજદારોને કચેરીમાં બેસવાની અને પીવાના પાણીની અગવડ હોઇ મુશ્કેલી હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે મહેસાણા શહેર યુવા ભાજપે કલેક્ટરને રજૂઆત સાથે ગર્ભિત ચિમકી આપી અરજદારો માટે ઘટતું કરવા જણાવ્યુ છે.

મહેસાણા શહેર ભાજપ યુવા મોરચા ઘ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં મહેસાણા મામલતદાર કચેરી ખાતે રેશનીગકાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, તથા 7-12ના ઉતારા સહિતના માટે તેમજ તાલુકા હેલ્થ સેન્ટરમાં માં વાત્સલ્ય કાર્ડ માટે અરજદારોની લાંબી લાઇનો લાગે છે. એક એક અરજીનો નિકાલ થતા સમય લાગતો હોઇ અરજદારો પરેશાન થતા હોવાનો ભાજપ યુવા મોરચાને ધ્યાને ચડી ગયુ છે.

સમગ્ર મામલે મહેસાણા શહેર ભાજપ યુવા મોરચા ઘ્વારા મહેસાણા કલેક્ટરને લોકોની લાઇનો ઓછી થાય, છાંયડાની વ્યવસ્થા કરવા, પીવાના પાણીની વ્યવસ્થા કરવા, બેસવાની વ્યવસ્થા કરવા તથા કામ જલ્દીથી થાય તે માટે કોમ્પ્યુટર ઓપરેટરનો વધારો કરવા રજૂઆત કરાઇ છે. સાત દિવસમાં સમસ્યાનું સમાધાન થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી. જો આ બાબતે ઘટતું કરી યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ રજુઆત કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.